Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સોમાતળાવ પાસે ગાય અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ગાયનું મો-ત

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા રોજે રોજ ઢોર પકડવાની કામગીરી થાય છે છતાંય શહેરમાં અકસ્માતોની ઘટનાઓ યથાવત છે. આજે સોમા તળાવ રોડ પર એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ગૌપાલક ના પાપે એક મૂંગા જાનવર એટલે કે ગાયનું મૃત્યુ નિપજ્યું છે.

સોમા તળાવ તરફના માર્ગ પર કાના હાઇટ્સ સામે એક રિક્ષા ચાલક પોતાના ધંધા માટે નીકળ્યો હતો. એટલામાં ડિવાઈડર કૂદી અચાનક ગાય રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ગાયનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે.

અકસ્માતમાં રિક્ષા ને ભારે નુકસાન થયું છે તેમજ રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઇ છે. સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર નહતો, નહીંતર મોટી જાનહાની થવાની શક્યતા હતી.

અકસ્માત બાદ લોકોના ટોળા જામી ગયા હતા અને રખડતા ઢોર અંગે ચર્ચાઓ અને કોર્પોરેશનની ઢોર પાર્ટી અંગે સવાલો પણ ઉઠવા લાગ્યા.
નગરજનોનો સવાલ એક જ છે — શું કોર્પોરેશનની ઢોર પાર્ટી વાસ્તવમાં અસરકારક રીતે કામ કરી રહી છે? કારણ કે શહેરમાં રોજબરોજ ઢોરના ત્રાસથી અકસ્માતની આશંકા વધી રહી છે.

મૂંગા પ્રાણીઓનો જીવ પણ બચવો જોઈએ અને શહેરના લોકોની સુરક્ષા પણ જાળવવી જોઈએ. હવે જોવું રહેશે કે કોર્પોરેશન આ ઘટનાને ધ્યાનમાં લઇ આગળ શું પગલાં ભરવામાં આવશે.

Related posts

સાવલી તાલુકાના લસુંદ્રા ગામ નજીક આવેલી કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ

admin

વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર વોર્ડની મુલાકાતની વાતને લઈ “મેકઅપ” કામગીરી શરૂ કરવામાં આવી

admin

સક્રિય રાજકારણનો મુખ્ય દ્વાર ગણાતી એવી વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાકીના અઢી વર્ષ માટે અધ્યક્ષ ઉપધ્યક્ષની વરણી કરવામાં આવી

admin

Leave a Comment