Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

પરિણીત પ્રેમિકાના પ્રેમમાં પાગલ પરિણીત યુવકનો ડભોઈના તલાવની કેનાલમાં આપઘાત

પરિણીત પ્રેમિકાના પ્રેમમાં પાગલ પરિણીત યુવકનો ડભોઈના તલાવની કેનાલમાં આપઘાત પરિણીત યુવકને વડોદરામાં રહેતી અન્ય પરણિતા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને પ્રેમી પંખીડા છુપાવીને મળતા હતા દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અને ૧૮મી તારીખે સાંજે ૭:00 વાગ્યે પરિણીત યુવક ગુમ થયો હતો. યુવકની બાઈક ડભોઇ તાલુકાના તેન તળાવ શંકરપુરા વચ્ચેથી પસાર થતી કેનાલ નજીકથી મળી હતી. બાઈક પર લટકાવેલી થેલી માંથી એક નોટબુક અને પેન પણ મળી આવ્યા હતા અને નોટબુકમાં યુવકે અંગત કારણસર અંતિમ પગલું ભરું છું કોઈનો વાંક નથી કહી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવતર ટૂંકાવ્યું હતું. તેની જાણ થતાં પરિણીત યુવકની પત્ની અને ભાઈ ઘટના સ્થળે અંગત કારણસર આત્મહત્યા કરી હોવાની કેફિયત ચિઠ્ઠીમાં લખીપહોંચ્યા હતા. અને મૃતકની ઓળખ પણ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર શિનોર તાલુકાના મોટા કરાળા ગામના ટેકરાવાળા ફળિયામાં રહેતા સંદીપ દિનેશ વસાવા ખેત મજૂરી કરે છે. જાણો તો પોલીસમાં તેમણે જણાવ્યું હતું કે તેમના મોટાભાઈ રણજીતના લગ્ન જ્યોતિકાબેન સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ રણજીત વડોદરામાં રહેતી પરિણીત યુવતી જમનાબેન (નામ બદલ્યું છે) સાથે પ્રેમ સંબંધે બંધ બંધાયો હતો. બંને એકબીજાને મળતા હતા. ૧૮મી તારીખે રણજીત જમનાબેન ને મળવા માટે પોતાનું બાઈક લઈને વડોદરા ગયો હતો. ત્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.તેની જાણ દિનેશ અને જ્યોતિકાબેનને થઈ હતી. તેથી બંને વડોદરા જવા માટે બાઈક લઈને નીકળ્યા હતા દરમિયાન ડભોઈ તાલુકાના તેન તળાવ અને શંકરપુરા વચ્ચે આવેલી નર્મદા કેનાલ નજીક રણજીતની બાઈક પાર્ક કરેલી જોવા મળી હતી. બાઈક પર લટકાવેલી થેલીમાં એક નોટબુક અને પેન પણ મળી આવ્યા હતા નોટબુકમાં રણજીત એ પોતાના હસ્તાક્ષરમાં અંગત કારણસર પગલું ભરું છું આમાં કોઈનો વાંક નથી એવું લખ્યું હતું. અને નર્મદા કેનાલમાં ચંપલાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર રણજિતનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.

Related posts

ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રૂ. 1.51 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો

admin

રીઢા તસ્કરો મુદામાલ સાથે ઝડપાયા

admin

લંડન માં વસતા ૬૦૦ જેટલા ડિલિવરી રાઇડર્સ અને 100 જેટલી કારોના કાફલા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી

admin

Leave a Comment