43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લો

વડોદરા શહેર-જિલ્લામાં મંદિરોમાં ચોરી કરીને તરખાટ મચાવતી મેડા ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

શહેરની ગોલ્ડન ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી. તેવામાં બે બાઇક પર ત્રણ શખ્સો આવતા જણાતા તેમને રોકવામાં આવ્યા હતા.
વડોદરા શહેર જિલ્લામાં રાત્રીના સમયે મંદિરમાં પ્રવેશીને દાનપેટી તથા મૂર્તિઓની ચોરીના કિસ્સાઓ વધ્યા હતા. જેને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથમાં લેવામાં આવી હતી. આ તપાસમાં દાહોદની મેડા ગેંગનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા છે. અને તેમની પાસેથી રૂ. 5 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.વિતેલા 6 મહિનામાં વડોદરા શહેર, ભાયલી, ભરૂચ, પોર, કરજણ, અંકલેશ્વર, રાજકોટ જેતલપુરમાં મોબાઇલ, વાહન તથા મંદિરમાં ચોરીના 22 ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. જે મામલે સ્થાનિક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં ઉમેશ બચુભાઇ મેડા રહે. ગુલબાર ગામ, ગરબાડા, દાહોદ, ગોવિંદ દલસિંગભાઇ મછાર રહે. સીમલીયા ખુર્દ ગામ, ગરબાડા અને અજય બચુભાઇ મેડા રહે. ગુલબાર ગામ, ગરબાડા, દાહોદની ધરપકડ કરવામાં આવી છે. અને તેમની પાસેથી કુલ રૂ. 5.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામને દબોચતા 22 ગુના ઉકેલાયા છે. અજચ મેડા સામે 4, ઉમેશ મેડા સામે 6 અને ગોવિંગ મછાર સામે 3 ગુના અગાઉ નોંધાયેલા છે.આરોપીઓ ઘરની જગ્યાએ મંદિરને વધુ ટાર્ગેટ કરતા હતા. તેઓ ઘરમાં ઘાડના મામલે લાંબો સમય જેલવાસ ભાગવી ચૂક્યા છે. મંદિરમાં રાત્રે કોઇ હાજર ના હોવાથી તેની પસંદગી કરવામાં આવતી હતી. આરોપી પહેલા મંદિરની રેકી કરતા, તેની દાનપેટીને ચકાસવા તેમાં સિક્કો નાંખતા હતા. સિક્કાના અવાજ પરથી દાનપેટી કેટલી ભરેલી છે તે નક્કી કરવામાં આવતી હતી. કોઇને ભાગ ના આપવો પડે તે માટે પરિજનને જ ગેંગમાં રાખતા હતા. અગાઉના ગુનાની કોર્ટ મુદત સમયે તેઓ હાજર રહેતા હતા. આરોપી સોના-ચાંદીનની મૂર્તિને વધુ ટાર્ગેટ કરતા હતા, કારણકે તેમાંથી રોકડ આવક થઇ જાય. ચોરીના વાહનોને તે હાઇવે પર પાર્કિંગ તથા નાગરિકોના વાહન જોડે મુકતા હતા. ભાગવામાં સરળતા રહે તે માટે મંદિરથી બાઇક દુર મુકવામાં આવતી હતી. સવારે રેકી કર્યા બાદ આખો દિવસ તેઓ રેલવે, બસ સ્ટેશન અથવા તો જાહેર બગીચામાં વિતાવતા હતા.

Related posts

વડોદરાના ઓપી રોડ પર બેન્કસ હોસ્પિટલ નજીક અકસ્માતમાં 70 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ

admin

તંત્રના પાપે સ્થાનિક લોકો પરેશાન….

admin

વડોદરાના ખંડેરાવ માર્કેટ ચારરસ્તા થી ગુરુદ્વારા સુધીના લારી, પથારાવાળાઓ સહિતના દબાણો દૂર કરાયા

admin

Leave a Comment