27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ખંડેરાવ માર્કેટ ચારરસ્તા થી ગુરુદ્વારા સુધીના લારી, પથારાવાળાઓ સહિતના દબાણો દૂર કરાયા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે લાગતા લારી ગલ્લાઓના,પથારાવાળાઓના દબાણો દૂર કરવામાં આવે છે પરંતુ ખુદ વડોદરા મહાનગરપાલિકા ની જ્યાં મુખ્ય કચેરી આવેલી છે ત્યાં જ મોટાભાગનું દબાણ જોવા મળે છે એક રીતે કહી શકાય કે દિવા તળે જ અંધારું તેની પાછળનું કારણ હપ્તારાજ તથા શાકભાજી અને ફ્રૂટના ગેરકાયદેસર પથારા અને લારીઓ પરથી પાલિકાના કેટલાક અધિકારીઓ તથા કોર્પોરેટટરો માટે શાકભાજી અને ફ્રૂટ્સ પહોંચી જાય છે.પાલિકાના પટાવાળા કે સિક્યુરિટી ને મોકલી આ શાકભાજી અને ફળો મંગાવવામાં આવે છે અને બદલામાં આ લોકોને ગેરકાયદેસર પથારા લગાવવા દેવામાં આવે છે. જ્યારે મિડિયા અને લોકો દબાણો વિશે મુદો ઉછાળે ત્યારે પાલિકાના કેટલાક ફૂટેલી કારતૂસ અને મફતિયા શાકભાજી અને ફળો લેતાં ભ્રષ્ટાચારીઓ દબાણશાખા આવતા પહેલાં એ લારી ગલ્લા પથારાવાળા ઓ ને સૂચના આપી દેતા લારી ગલ્લા પથારાવાળા હટી જતાં હોય છે અને માત્ર દેખાડા પૂરતી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે ત્યારબાદ એકાદ કલાકમાં જ ફરીથી પરિસ્થિતિ જૈસે થે ની થ ઇ જાય છે જેના કારણે આ રસ્તે થી રાહદારીઓ અને વાહનદારીઓ તથા ઇમરજન્સી વાહનોને અવરજવર માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે.અહી પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને હપ્તાલેતા કેટલાક કોર્પોરેટર અને અધિકારીઓ ને કારણે અહીં રોજબરોજના દબાણો માથાનો દુખાવો સમાન બની રહ્યા છે ત્યારે આજે પણ વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા ની ટીમે પોલીસને સાથે રાખી ખંડેરાવ માર્કેટ ચારરસ્તા થી ગુરુદ્વારા સુધીના દબાણો દૂર કરવાની કામગીરી બતાવી હતી.

Related posts

વડોદરા મહાનગર દબાણ શાખાની ટીમની દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંના દબાનો દૂર કરાયા

admin

અણખોલ ગ્રામ પંચાયતના સભ્યો તથા અનખોલ ગ્રામ્ય જનો દ્વારા વડોદરા જિલ્લા પંચાયત ખાતે આવેદન પત્ર આપ્યું

admin

સાવલીના ટીમબા રોડ પર બરોડા ડેરી ડિરેક્ટરના વાઘેલા પરિવારના નવીન પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન

admin

Leave a Comment