Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે મેળાપ કરાવતી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ટીમ

મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જીલ્લાના કઠીવાડા તાલુકાના ગુડા ગામના ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે મેળાપ કરાવતી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ટીમ

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે એક ઇશમ નામે નીરૂભાઇ નરસિંગભાઇ ભિંડે આવી જણાવેલ કે આજરોજ સવારે આશરે સાતેક વાગ્યાના સમયે મારો દિકરો નામે કિશન ઉ.વ. ૦૮ નો મારા ભાઇ શંભુભાઇ તથા તેમના પરીવાર સાથે છોટાઉદેપુર થઇ મોરબી ખાતે મજુરી અર્થે જવા નિકળેલ તે દરમ્યાન છોટાઉદેપુર બસ સ્ટેશન થી મોરબી જવાનું હોય જેથી મોરબી જવા માટેની બસ આવતા મારા ભાઇ એ મારા દિકરા નામે કિશન ને બસમાં બેસાડેલ અને ત્યારબાદ મારો ભાઈ બસમાં સામાન મુકી બસમાં બેસેલ અને બસ રવાના થઇ વસેડી ગામ ખાતે પહોચતા મારા ભાઇને મારો છોકરો કિશન જોવા મળેલ નહી જેથી છોટાઉદેપુર બસ સ્ટેશનમાં આવેલ અને બાળક ક્યાંક ગુમ થઈ ગયેલ હોય તેવુ તેના પિતાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં આવી જાણ કરેલ જેથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. પ્રજાપતિ નાઓએ ટાઉન બીટના માણસો તથા સર્વેલન્સ ટીમના માણસો ને તાત્કાલીક છોટાઉદેપુર બસ સ્ટેશનમાં પહોચી જવાનુ જણાવતા તમામ પોલીસ આજુબાજુ તપાસ કરી સી.સી.ટી.વી. કેમેરા ચકાસી જે તે “ સમય દરમ્યાન છોટાઉદેપુર બસ ડેપો માંથી નિકળેલ તમામ ડ્રાઇવર કંડકટરના કોન્ટેક નંબર મેળવી તપાસ કરતા સદરી બાળક ભુલથી વડોદરા ખાતે જતી બસમાં બેસી વડોદરા પહોચી ગયેલ હોવાનું જાણવા મળેલ -જેથી બસ ડ્રાઈવરનો સંપર્ક કરી ગણતરી ના કલાકોમાં બાળકને શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના પરીવાર સાથે મેળાપ કરાવી પ્રસંશનિય કામગીરી કરેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

admin

છોટાઉદેપુર જિલ્લાના મોટી સાધલી ગામની મહિલાની નોર્મલ ડિલિવરી થયા બાદ તેનું મોત થતા પરિવાર જનોએ હોસ્પિટલ આવી હોબાળો મચાવ્યો

admin

નલ સે જલની સુવિધા હોવા છતાંય નળ માંથી પાણી નથી આવતું

admin

Leave a Comment