20 કિલોના 1700 રૂપિયા જ્યારે ક્વિન્ટલ ના 8500 રૂપિયા આ વર્ષે ભાવ પડતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી.
ગત વર્ષે તલના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોને ફાયદો થયો હતો. તલના ભાવ ગત વર્ષે 20 કિલોના 2800 રૂપિયા હતા. અને એક ક્વિન્ટલના 14000 રૂપિયા હતા. જ્યારે આ વર્ષે ભાવ એક ક્વિન્ટલના 5000 રૂપિયા ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. તલનું મબલક વાવેતર ખેડૂતોએ કર્યું હતું. ઉત્પાદન સારું મળતા ખેડૂતોને આશા હતી, કે તલની ખેતી માંથી બાળકોના શિક્ષણની ફી અને ચોમાસાની ખેતીની તૈયારી કરીશું. પરંતુ તલની ખેતીમાં કમોસમી વરસાદે નુકશાની કરી અને હવે તલના ભાવ ઓછા થઈ જતા ખેડૂતો પાયમાલ બન્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ તલના ભાવ ઓછા મળતા મજૂરી બિયારણ ખર્ચ અને સિંચાઈના પાણીનો ખર્ચ પણ પૂરો થતો નથી. બેન્ક માંથી લોન લીધી હતી, તે પણ ભરાઈ શકે તેમ નથી. કપાસના ભાવ ઓછા મળ્યા મકાઈના ભાવ ઓછા મળ્યા અને તલના ભાવ ઓછા મળતા ખેડૂતો દેવેદાર બન્યા છે.

