નસવાડી તાલુકાના તણખલા ગઢબોરિયાદ અને દુગ્ધાના પશુ ચિકિત્સા કેન્દ્રોમાં કેટલાક દિવસોથી તાળાં લટકી રહ્યા છે.પશુ ચિકિત્સા અધિકારીઓને નિમણુક કરેલ હોવા છતાંય પશુ ચિકિત્સા કેન્દ્રો ખોલતા નથી લાખો રૂપિયા પગાર મેળવતા કર્મચારીઓ ઉપર તંત્રનો અંકુશ નથી.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 80 હજાર થી વધુ પશુઓ છે. જેમાં નસવાડી તાલુકાના ગઢબોરિયાદ તણખલા દુગ્ધા ધામસિયા જેવા ગામોમાં પશુ ચિકિત્સા કેન્દ્રો ખોલવામાં આવેલા છે. જ્યારે ગામડાઓમાં પશુઓ બીમાર થાય તો નજીક ના પશુ ચિકિત્સા કેન્દ્રો માં પશુઓને સારવાર મળે તે માટે સરકારે પશુ ચિકિત્સા અધિકારીઓની નિમણુક કરેલ છે. પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ દવાખાનાઓમાં જતાં જ નથી. જ્યારે નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે એક વર્ષ થી પશુ ચિકિત્સા અધિકારી આવતા ના હોવાથી પટાવાળો પશુઓની સારવાર કરે છે. નસવાડી તાલુકામાં પશુ ચિકિત્સા અધિકારીઓ ની કામગીરી નિમ્ન કક્ષા ની છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા ચલાવવામાં આવતા આ પશુ દવાખાના ઓ ની ઉચ્ચ અધિકારીઓ એ વીઝિત કરવી જોઈએ
મોહસીન સુરતી છોટાઉદેપુર

