33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

શ્રી પ્રગટ પુરષોતમ મંદિર છોટાઉદેપુર ખાતે શ્રાવણ માસ નિમિતે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં યોજાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સ્થિત ભાદરણ બાકરોલ સંસ્થાનું શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે. જ્યાં હજારો હરિભક્તો વર્ષોથી દર્શન અને પ્રસાદીનો લ્હાવો લે છે. જ્યાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરાય છે. આજે પણ હિંડોળાનું આયોજન કરાયું હતું. જેમાં હજારો હરિભક્તો ઊમટી પડયા હતા. ભાદરણ બાકરોલ સંસ્થાનું પ્રગટ પુરુષોત્તમ મંદિર છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટી નારાયણ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ પાસે આવેલું છે. જ્યાં છેલ્લા ૩ વર્ષથી શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરે છે. જેમાં અનાજ, ફળ, સૂકા મેવા, ચોકલેટ, પુષ્પ જેવા વિવિધ હિંડોળાનું દર્શનનો લ્હાવો મળે છે.

Related posts

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના પાણીબાર ગામે થી બોડેલી સુધીની નવી એસ.ટી. બસ શરૂ કરવામાં આવી

admin

જેતપુર પાવી નજીક હાઈવે પર આઇસર-સ્વિફ્ટ વચ્ચે ગમખ્વાર અકસ્માત

admin

મધ્યપ્રદેશ રાજ્યના વન અને પર્યાવરણ અનુસૂચિત જાતિ કલ્યાણ મંત્રી નાગરસિંહ ચૌહાને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાના નિવાસ્થાને તેઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

admin

Leave a Comment