છોટાઉદેપુર જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં યોજાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સ્થિત ભાદરણ બાકરોલ સંસ્થાનું શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે. જ્યાં હજારો હરિભક્તો વર્ષોથી દર્શન અને પ્રસાદીનો લ્હાવો લે છે. જ્યાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરાય છે. આજે પણ હિંડોળાનું આયોજન કરાયું હતું. જેમાં હજારો હરિભક્તો ઊમટી પડયા હતા. ભાદરણ બાકરોલ સંસ્થાનું પ્રગટ પુરુષોત્તમ મંદિર છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટી નારાયણ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ પાસે આવેલું છે. જ્યાં છેલ્લા ૩ વર્ષથી શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરે છે. જેમાં અનાજ, ફળ, સૂકા મેવા, ચોકલેટ, પુષ્પ જેવા વિવિધ હિંડોળાનું દર્શનનો લ્હાવો મળે છે.

