31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઇંસ્ટાગ્રામ પર ફેક આઇડીથી યુવતી સાથે મિત્રતા કરી અલગ અલગ બહાને નાણાકીય છેતરપિંડી કરતા ૦૩ નાઇઝીરીયન ઇસમોની દિલ્હી ખાતેથી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ

અમેરીકાના કેમીકલ એન્જીનીયર તરીકેની ખોટી ઓળખ ઉભી કરી ઇંસ્ટાગ્રામ પર ફેક આઇડીથી યુવતી સાથે મિત્રતા કરી અલગ અલગ બહાને નાણાકીય છેતરપિંડી કરતા ૦૩ નાઇઝીરીયન ઇસમોની દિલ્હી ખાતેથી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ

વડોદરા શહેર દ્વારા ઉપરોક્ત બહાના હેઠળ લોકોને છેતરતા ૦૩ નાઇઝીરીયન ઇસમોને પકડી પાડવામાં આવેલ.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરિયાદ આપેલ કે તેઓને અજાણ્યા ઇંસ્ટાગ્રામ આઇડી પરથી પર વાતચીત શરુ કરેલ. જેમાં સામાવાળાએ પોતે અમેરીકાથી છે અને કેમીકલ એંજીનીયર છે તેમ જણાવેલ. તેમજ હાલમાં UNITED KINGDOM માં હાર્બર એનર્જીમાં કામ કરે છે અને આસામ ખાતે દિગ્બોઇ પ્લાંટમાં નોકરી કરવા આવવાના છે તેમ જણાવેલ. ત્યારબાદ ફરિયાદી સામેવાળાના વિશ્વાસમાં આવવા લાગેલ અને મોબાઇલ નંબર આપેલ. સામેવાળાને દિગ્બોઇ ખાતે મશીનરી લેવાની હોય કરિયાદી પાસેથી પૈસા માંગતા ફરિયાદીએ સામેવાળાને પૈસા મોકલી આપેલ. ત્યારબાદ સામેવાળાએ પોતાને દિગ્બોઇ ખાતે નોકરી મળેથી પોતાનું પાર્સલ કે જેમાં કપડા તેમજ ઓરીજીનલ ડોક્યુમેંટને રીસીવ કરવા ફરિયાદી પાસેથી નાણા ટ્રાંસ્ફર કરાવેલ. આમ, ફરિયાદી પાસેથી અલગ અલગ બહાને વારંવાર નાણાની માંગણી કરતા પોતાની સાથે રૂપિયા. ૨,૬૨,૨૭૦ રકમની છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબતેની ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કલમ ૪૨૦,૧૨૦(બી), ૧૧૪ અને આઈ. ટી. એક્ટ કલમ ૬૬(ડી) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ.

સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરી રેકી કરીને વૉચમાં રહીને બુરારી,દિલ્હી ખાતેથી ટીમ દ્વારા ૩ નાઇઝીરીયન આરોપીઓની ધડપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related posts

વડોદરા શહેરના વિવિધ રોડ-રસ્તાઓ ખાડાઓની કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર નીકળ્યા

admin

પાલિકાની વડી કચેરી ની પાછળ જ ગંદકીનું સામ્રાજય

admin

બુટલેગરોની ‘વોર’ વચ્ચે વડોદરામાં હરિયાણા પોલીસનું ઓપરેશન! દારૂનું ગોડાઉન ઝડપાયું!

admin

Leave a Comment