43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વડોદરાના નવનાથ મહાદેવના દર્શન માટે સાયકલ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી

સંસ્કારીનગરી વડોદરા વડોદરાના નાથ નવનાથ મહાદેવ આજરોજ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં દ્રાવણના પવિત્ર અવસરે સાઇકલ મારફતે યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યું હતું.

વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ ના મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા આ વર્ષે પણ સાયકલ મારફતે વડોદરાના નવનાથ દર્શન કરવા લોકોને પ્રેરિત કર્યા હતા વિસ્તારના લોકો પોતાની સાયકલ લઇ વડોદરાના નવનાથના દર્શન કરવા નીકળ્યા છે, આ યાત્રામાં ભાગ લેનાર શિવભક્તોને કોઈપણ અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા રાખવામાં આવી છે તેમજ એમ્બ્યુલન્સ પીવાની પાણીની વ્યવસ્થા તેમજ પૂર્ણાહુતિ અને સમય મહા આરતી નો આયોજન નો લાભ પણ સાયકલ દ્વારા નવનાથના દર્શન કરવા નીકળેલા શિવ ભક્તોને મળી રહેશે. આ સાયકલ યાત્રામાં જોડાવા માટે આ વર્ષે 150થી વધુ રજીસ્ટ્રેશન મળવા પામ્યા હતા.

આ પ્રસંગે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબરના 3 મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા, છાયાબેન ખરાદી, હિન્દુવાદી નેતા તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી નીરજ જૈન તેમજ વિસ્તારના તથા વોર્ડના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી આ યાત્રાને પ્રસ્થાન કરાયું હતું.

Related posts

ડભોઇના મુખ્ય માર્ગ પર આવેલું વિશાળ તળાવ ગંદકીથી ખદબદે છે, ‘સ્વચ્છતા અભિયાન’ સામે ‘દુર્ગંધનું સામ્રાજ્ય’

admin

વડોદરા શહેરના વડસર ગામમાં બિલ્ડર દ્વારા જાહેર જગ્યા પચાવી પાડી રહીશોને ધમકાવ્યા હોવાનો આક્ષેપ

admin

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ચોર વીજ પોલના કેબલ કાપી છુંમંતર

admin

Leave a Comment