27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 24, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ આંગણવાડી મહિલાઓ દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

ડભોઇ આંગણવાડી મહિલાઓ દ્વારા સરદાર બાગમાંથી રેલી કાઢીને વિવિધ સૂત્ર ચાર સાથે રેલી ડભોઇ સેવા સદન પહોંચી ત્યારબાદ મામલતદારને આવતનપત્ર આપવામાં આવ્યો હતો વિવિધ માંગણીઓને લઈનેડભાઈ પ્રાંત ઓફીસર શ્રી ની કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા નામદારશ્રી સુપ્રીમ કોર્ટનાં એલ.પી.એ. નં. ૩૧૫૮ ઓફ ૨૦૨૨ (એસ.એલ.પી.નં.૨૯૦૧૧ ઓફ ૨૦૧૮) માં, ચુકાદામાં થયેલ સૂચન તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના તા : ૨/૮/૨૦૨૪ નાં જસ્ટીસ શ્રી નીખિલ એસ.કારીયલ સાહેબનાં ચૂકાદાનો અમલ કરવા તથા દરમ્યાનમાં આંગણવાડી વર્કર- હેલ્પર ને વર્ગ-૩ અને વર્ગ ૪ નાં નોકરીયાતો ને ચુકવાતુ લઘુતમ વેતન ચૂકવવા નિર્ણય કરવા.
આંગણવાડી વર્કર તથા હેલ્પર અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી ડભોઇ પ્રાંત કચેરી ખાતે નીચે મુજબ રજુઆત કરી તાકીદે નિર્ણય કરવા વિનંતિ કરવા આવેદન પત્ર બહેનો દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં १) નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષની સીવીલ અપીલ નં. ૩૧૫૮ ઓફ ૨૦૨૨ (એસ.એલ.પી.નં.ર૯૦૧૧ ઓફ ૨૦૧૮) માં, નામદાર સુપ્રીમ કોર્ટનાં જસ્ટીસ અજય રસ્તોગી સાહેબે, તેમનાં જજમેન્ટમાં પેરા નં. પર માં આંગણવાડી વર્કર-હેલ્પરની સર્વીસ કન્ડીશન સુધારવાનો સમય પાકી ગયેલ હોવાનું જણાવેલ હતું. તથા જસ્ટીસ અભય ઓકા સાહેબે પેરા નં. ૨૯ મા પણ આંગણાડી વર્કર-હેલ્પરને અપાતા પગારો નજીવા હોવાનું જણાવી હવે તે સમય પાકી ગયો છે કે કેન્દ્ર અને રાજય સરકારે આગણવાડી વર્કર-હેલ્પરની નોકરીની સ્થિતિ (સર્વીસ કંન્ડીશન)બાબતે વિચારવું જોઈએ. આ ચૂકદામાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે આંગણવાડી વર્કર-હેલ્પર પાર્ટ ટાઈમ વર્કર ગણી શકાય નહિ, પરંતુ રેગ્યુલર નોકરીયાત હોવાનું સ્પષ્ટ ઠરાવેલ છે.
(२) તા : ૨/૮/૨૦૨૪ ના નામદાર ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટીસ શ્રી નીખિલ એસ.કારીએલ સાહેબે, ઉપરોકત પેરા-૧ માં જણાવેલ, સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને આંગણવાડી વર્કર – હેલ્પરને કાયમી કરવા સ્પષ્ટ ચૂકાદો આપેલ છે અને રાજય તથા કેન્દ્ર સરકારને તેઓના જજમેન્ટનાં ૧૨૨.પાનાનાં ચૂકાદાના પાના નં. ૧૨૦- ૧૨૧ અને ૧૨૨ પર પેરા નં. ૬૨ માં સ્પષ્ટ ડાયરેકશન આપેલ છે.

Related posts

યાકુતપુરા સ્થિત MES બોયઝ સ્કુલ ખાતે વિદ્યાર્થીઓની સુરક્ષા-યોગ્ય લાયકાત વિનાના શિક્ષકો અને કોમ્પ્યુટર લેબનો અભાવ ના કારણે જિલ્લા શિક્ષણાધિકારી આર.આર.વ્યાસે પ્રતિક્રીયા આપી.

admin

ડભોઈ સરકારી હોસ્પિટલ પોતે જ ‘બીમાર’: ઓપરેશન થિયેટરના પોપડા ઉખડ્યા, સર્જનના અભાવે દર્દીઓ રામભરોસે

admin

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત દર્દી શોધ ઝુંબેશ

admin

Leave a Comment