Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ તથા માય થેલી કાર્યક્રમનો શુભારંભ

સરકારશ્રી શરૂ કરવામાં આવેલ “એક પેડ માં કે નામ” અભિયાન દ્વારા પ્રેરિત અમૃત ૨.૦ અને એન.યુ.એલ.એમ યોજનાના સંયુક્ત ઉપક્રમે ડભોઇ નગરપાલિકા દ્વારા આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘વુમન ફોર ટ્રી’ (મહિલાઓ વૃક્ષો માટે) નામથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત ડભોઇ નગરના એન.યુ.એલ.એમ. યોજના હેઠળ રચાયેલ સ્વ સહાય જુથો દ્વારા ડભોઇ નગરમાં આજ રોજ યમુનાનગર પાણીની ટાંકી પાસે વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી. જેમાં ૩ સ્વ સહાય જુથની ૨૦ બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ડભોઇ નગરપાલિકાના પ્રમુખશ્રી બિરેનભાઇ શાહ, મેનેજર મહેશભાઈ પરમાર, અર્ચનાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. સાથે સાથે વનવિભાગના અધિકારીશ્રી અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટરો તેમજ નગરપાલિકાના તમામ કર્મચારી પણ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અર્બન અને શહેરી આજીવિક મિશનના સંયુક્ત ઉપક્રમે ‘માય થેલી’ કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત શહેરમાં પ્લાસ્ટીકનો વપરાશ બંધ થાય તે હેતુથી જાહેર જનતા માટે આ કાર્યક્રમ શરૂ કરેલ છે જે અંતર્ગત સ્વ સહાય જુથની બહેનો દ્વારા સીટી સિવિક સેન્ટર, જુની નગરપાલિકા ખાતે થેલી બનાવવાનુ અભિયાન નો શુભારંભ કરવામાં આવ્યો. જેમા જાહેર જનતા દ્વારા જુના કપડાં આપવામાં આવશે તો તેમાંથી જુથની બહેનો દ્વારા આકર્ષક થેલી બનાવી આપવામાં આવનાર છે. આ થેલી જાહેર જનતાને વિના મુલ્યે ફ્રીમા બનાવી આપવામાં આવશે. તા.૩/૬/૨૦૨૫ થી તા.૩૧/૧૦/૨૦૨૫ સુધી ચાલનાર આ કાર્યક્રમમાં દર ગુરૂવાર અને શુક્રવારના રોજ બે દિવસ આ કામગીરી કરવામાં આવશે. જેનો જાહેર જનતા લાભ લે અને વધારાના કાપડમાંથી થેલી બનાવીને તોનો પ્લાસ્ટીકની થેલીના બદલે આ કાપડની થેલીનો ઉપયોગ કરે અને પ્લાસ્ટીકનો વપરાશ સદંતર બંધ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ થકી ડભોઇ શહેરને પ્લાસ્ટીક મુક્ત બનાવવા અને શુધ્ધ પર્યાવરણ પુરુ પાડવા તરફ પહેલ છે.

Related posts

ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા રામનવમીના પવન પર્વ નિમિત્તે રામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

admin

છેલ્લા પંદર દિવસમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી ટુ વ્હીલરની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો

admin

ખોટા અને કીમતી બનાવતી દસ્તાવેજો ઉભા કરી ગુનાહિત કાવતરું રચતા પાંચ વિરોધ ડભોઇ પોલીસમાં ફરિયાદ

admin

Leave a Comment