ચોમાસુ હજુ તો હાથ તાળી આપી રહ્યું છે ત્યાંતો ભૂવા જોરદાર એન્ટ્રી પાડી રહ્યા છે. થોડા સમય પહેલા જ શહેરમાં ભૂવો પડ્યો હતો. ત્યાં વધુ એક 10 ફૂટ ઊંડો અને પહોળો ભૂવો કાલાઘોડા પંપિંગ સ્ટેશન પાસે પડ્યો છે. જે ગાયકવાડી શાસનકાળ સમયનું પહેલું પંપિંગ સ્ટેશન છે. ત્યારે આ ઐતિહાસિક ગાયકવાડી પંપિંગ સ્ટેશન સામે ખતરો ઊભો થયો છે. સાથે સાથે ઐતિહાસિક છત્રી ને પણ નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે.

