Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના ઢોલાર ગામેથી પટ્ટા પાનાનો હાર જીતનો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડભોઇ પોલીસ

શ્રી સંદિપસિંહ, પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ, વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે દારૂ-જુગારની તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી જરૂરી કાર્યવાહી કરવા માટે જીલ્લાના તમામ અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપેલ.શ્રી સુશિલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓ દ્વારા “ઓપરેશન પરાક્રમ” હેઠળ જીલ્લાના ગુનેગારો જેવા કે, બુટલેગર્સ, માદક પદાર્થ/ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ જુના ગુનામાં નાસતા-ફરતા ગુનેગારો, જુગારીઓ તેમજ અલગ-અલગ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.જે આધારે શ્રી આકાશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડીવીઝન, ડભોઇ નાઓએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત વધુમાં વધુ કામગીરી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ.

ઓપરેશન પરાક્રમ અંતર્ગત આજરોજ જે.એમ.ચાવડા, પોલીસ ઈન્સ્પેકટરશ્રી, ડભોઈ પોલીસ સ્ટેશન નાઓને બાતમીદારથી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, મોજે ડભોઇ તાલુકાના ઢોલાર ગામે નવીનગરીની પાછળ આવેલ દીવેલા ખેતરમા કેટલાક ઇસમો પત્તા-પાના વડે પોતાના આર્થિક ફાયદા સારૂ રૂપિયા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે મળેલ બાતમી હકિકતવાળી જગ્યાએ પોલીસ સ્ટાફના માણસોને જુગાર અંગે રેડ કરવા સુચના કરતા પોલીસ સ્ટાફના માણસો તથા બે પંચો સાથે જુગાર અંગે રેઇડ કરતા સદરી જગ્યાએથી જુગાર રમતા (૧) સદ્દામભાઇ ઉ.વ.૩૩ તા.ડભોઇ જી.વડોદરા (૨) નિલેશભાઇ કાલીદાસ ઉ.વ.૨૮ રહે.ફલોડ ગોળ ફળીયુ તા.વાઘોડીયા જી.વડોદરા (૩) અર્જુનભાઇ કાલીદાસ ઉ.વ.૪૨ રહે.ફલોડ નિશાળફળીયુ તા.વાઘોડીયા જી.વડોદરા નાઓએ જાહેર ખુલ્લી જગ્યામાં પતા-પાના વડે હાર જીતનો જુગાર રમી રમતા અંગ ઝડતીના રૂ.૬૫૦૦/- તથા દાવ પરના રૂ.૪૧૬૦/- તથા પત્તા-પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કુલ રૂ.૧૦,૬૬૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઈ
ગુન્હો કરેલ હોય તેઓના વિરૂધ્ધમાં ડભોઇ પો.સ્ટે જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે…

Related posts

વડોદરા શહેરના અકોટા ઇન્ડિયન ગેસ એજન્સી પર ઓનલાઈન બુકિંગ બંધ થતાં ગ્રાહકોમાં રોષ…

admin

ભારે વરસાદના કારણે ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા ઝુબેશ.

admin

વડોદરામાં દશામાંનું અપમાન કરનારા સત્તાધીશો રઘવાયા થયાં

admin

Leave a Comment