Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડભોઇ ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છતાં બજારો સૂમસામ; પતંગ-દોરાના ભાવમાં 20% વધારો થતા વેપારીઓ ચિંતામાં

ડભોઇ આકાશમાં રંગબેરંગી પતંગોના ઉત્સવ એવા ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડભોઇ શહેરના બજારોમાં દર વર્ષ જેવી રોનક હજુ સુધી જોવા મળી રહી નથી. મોંઘવારીનો માર અને પતંગ-દોરાના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ગ્રાહકો ખરીદીથી દૂર રહેતા વેપારીઓ મુંજવણમાં મુકાયા છે.ભાવમાં 15 થી 20 ટકાનો ધરખમ વધારો ચાલુ વર્ષે પતંગ બનાવવા માટે વપરાતા કાગળ, કામડી અને દોરાના રો મટીરીયલમાં થયેલા ભાવવધારાની સીધી અસર તૈયાર પતંગો પર જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 15 થી 20 ટકાનો ભાવ વધારો ઝીંકાયો છે. જેને કારણે સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો માટે પતંગબાજીનો આનંદ મોંઘો બન્યો છે.

​મુખ્ય બજારોમાં ઘરાકીનો અભાવ
​ડભોઇના મુખ્ય વેપારી મથકો જેવા કે: ​રાધે કોમ્પ્લેક્સ ​લાલ બજાર ટાવર વિસ્તાર ​કાજીવાડ આ વિસ્તારોમાં પતંગના મોટા સ્ટોલ અને દુકાનો સજાઈ ગઈ છે, પરંતુ ગ્રાહકોની પાંખી હાજરી વેપારીઓની ચિંતા વધારી રહી છે. સીઝન ખુલવાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે છતાં બજારોમાં હજુ સુધી જોઈએ તેવી ભીડ જામી નથી.વેપારીઓનો મત: મંદી અને મોંઘવારી નડી રહી છે સ્થાનિક વેપારી ગુડ્ડુભાઈ નૂર મહંમદ મનિયાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે પતંગ અને દોરાના ભાવમાં અપેક્ષા કરતા વધુ વધારો થયો છે. બજારમાં હાલ મંદીનો માહોલ છે. જોકે, નવી વેરાયટીમાં બાળકો માટે કાર્ટૂનવાળી પતંગો અને ખાસ કરીને સિંદૂર પતંગ’નું આકર્ષણ જોવા મળી રહ્યું છે, પરંતુ ઊંચા ભાવ સાંભળીને ગ્રાહકો ખરીદી કરતા ખચકાઈ રહ્યા છે ​નવી વેરાયટીઓ અને આકર્ષણ વર્ષ 2026ની આ સીઝનમાં બજારમાં નવી ભાતની પતંગો ઉપલબ્ધ છે:
​કાર્ટૂન પતંગ: બાળકોમાં ફેવરિટ પાત્રો ધરાવતી પતંગો.સિંદૂર પતંગ: જેનું વેચાણ અન્ય પતંગોની સરખામણીએ વધુ રહેવાની આશા છે.નવી ડિઝાઇનો: પતંગ પ્રેમીઓ માટે અવનવી થીમ આધારિત પતંગો બજારમાં મૂકવામાં આવી છે.હવે જોવાનું એ રહે છે કે, ઉત્તરાયણના છેલ્લા બે-ત્રણ દિવસોમાં ગ્રાહકો બજારમાં ઉમટી પડે છે કે કેમ, નહીંતર વેપારીઓને મોટા આર્થિક નુકસાનનો ભય સતાવી રહ્યો છે.

Related posts

પાદરાના સોખડાખુર્દ થી છેલ્લા ૧૫ વર્ષની જેમ આ વર્ષે પણ અવિરત અંબાજી પગપાળા સંઘ રવાના

admin

નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ડભોઇ દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન

admin

હરિતિર્થ આશ્રમ કુંડેલા દ્વારા ગુરુજીના ૫૧માં પ્રગટ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન

admin

Leave a Comment