30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ-શીરોલા માર્ગ પર સાઠોદ પાસે અધૂરું નાળું બન્યું ડેથ ટ્રેપ રેલિંગ કે સાઈન બોર્ડના અભાવે અકસ્માતનો ભારે ભય

ડભોઇ તાલુકાના સાઠોદ ગામ પાસે મુખ્ય માર્ગ પર આવેલા એક નાળાનું કામ લાંબા સમયથી અધૂરું છોડી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડભોઇથી રાજપીપળાને જોડતા આ વ્યસ્ત માર્ગ પર રાત્રિના સમયે અંધારામાં નાળું દેખાતું ન હોવાથી ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે ​મુખ્ય સમસ્યાઓ:
​અધૂરું કામ: ડભોઇથી શીરોલા સુધીનો નવો રોડ તો બની ગયો છે, પરંતુ સાઠોદ પાસેના નાળાનું કામ લાંબા સમયથી લટકેલું છે.
​સુરક્ષાનો અભાવ: નાળાની આસપાસ કોઈ પણ પ્રકારની રેલિંગ, સેફ્ટી પટ્ટી કે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નથી.રાત્રિના સમયે જોખમ: રાત્રે પસાર થતા વાહનચાલકોને નાળાની કિનારી દેખાતી નથી. કોન્ટ્રાક્ટર દ્વારા અહીં કોઈ રેડિયમ પટ્ટી પણ મારવામાં આવી નથી, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

​હજારો વાહનોની અવરજવરઆ માર્ગ માત્ર સ્થાનિક નથી, પરંતુ ડભોઇને ચાણોદ, કરનાળી, શિનોર, રાજપીપળા અને પોઈચા જેવા ધાર્મિક અને પ્રવાસી સ્થળો સાથે જોડે છે. દરરોજ અહીંથી હજારો નાની-મોટી ગાડીઓ પસાર થાય છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન સ્થાનિકો પૂછી રહ્યા છે સ્થાનિકોની માંગ: “તંત્ર અને કોન્ટ્રાક્ટર ઘોર નિદ્રામાંથી જાગે અને વહેલી તકે આ નાળા પર રેલિંગ તેમજ રેડિયમ સાઈન બોર્ડ લગાવે જેથી કોઈનો જીવ ન જાયતંત્ર સામે સવાલ: શું કોઈ મોટા અકસ્માતની રાહ જોવામાં આવી રહી છે? કોન્ટ્રાક્ટરની આ લાપરવાહી સામે તંત્ર ક્યારે કડક પગલાં લેશે?

Related posts

સંકલનની બેઠકમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા અનેક મુદ્દે રજૂઆતસંકલનની બેઠકમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા અનેક મુદ્દે રજૂઆતસંકલનની બેઠકમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા અનેક મુદ્દે રજૂઆત

admin

વડોદરામાં બેટરીની ચોરો બેફામ બન્યા પાલિકાના LED,ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવીની 12 લાખની બેટરીઓની ચોરી કરી

admin

વડોદરા શહેરમા કારેલીબાગ વિસ્તારના મચ્છીપીઠ નાકા પાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળેથી એમ.ડી. ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

admin

Leave a Comment