ડભોઇ ચોમાસાની ઋતુ હવે વિદાય લઈ રહી છે અને શિયાળાનો ધીમે ધીમે પગપેસારો થઈ રહ્યો છે, ત્યારે આ બંને ઋતુના સંધિકાળમાં એક ખાસ ફળની મોસમ શરૂ થઈ ગઈ છે તે છે ડભોઇનું મીઠું અને ગરદાર સીતાફળ આ મોસમી મેવો માત્ર 20 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે જ ઉપલબ્ધ હોય છે, જે લગભગ દશેરાથી દિવાળીના સમયગાળા દરમિયાન જોવા મળે છે. સ્થાનિક સ્તરે આ ફળ અનુસ કે અનુરા જેવા નામથી પણ ઓળખાય છે જંગલી મીઠાઈ સીતાફળનો અનોખો સ્વાદ સીતાફળનો દેખાવ એકદમ અનોખો હોય છે. તે બખ્તરબંધ ગોળ કિલ્લા જેવું દેખાય છે, પણ તેની અંદર છુપાયેલો સ્વાદ તેને જંગલી મીઠાઈ’નું બિરુદ અપાવે છે. ફળની પ્રત્યેક પૈસીમાં રહેલા બીજની આસપાસ મીઠી મલાઈ જેવો શ્વેત ગરદાર માવો જામેલો હોય છે, જે ખાનારને તૃપ્તિનો અનુભવ કરાવે છે.
ડભોઇ વિસ્તારમાં મળતા સીતાફળ કદમાં મોટા, મોટી આંખ અને પેશી ધરાવતા તેમજ મીઠા ગરદાર માવા થી ભરપૂર હોય છે.વધતી માંગ અને બજારમાં વેચાણ એક સમય હતો જ્યારે સીતાફળ માત્ર જંગલોમાં કે ઘરના વાડા-ખેતરના વાડામાં જ જોવા મળતા હતા. પરંતુ હવે મોટી કંપનીઓ દ્વારા આઇસક્રીમ જેવા વ્યંજનો બનાવવામાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે, જેના કારણે શહેરી વિસ્તારોમાં તેની માંગ ખૂબ વધી છે.
હાલ ડભોઇ વિસ્તારમાં આ શિયાળુ ફળની આવક શરૂ થઈ ગઈ છે અને લોકો ખુશી-ખુશી તેને ખરીદી રહ્યા છે. હાલમાં છૂટક કિલોના ભાવ ₹૬૦ થી ₹૭૦ ચાલીરહ્યોછે.વનવાસીઓ માટે આવકનું સાધનખાસ વાત એ છે કે, જંગલોનો આ મોસમી મેવો વનવાસીઓ માટે આવકનું એક મોટું સાધન બની રહે છે. તેઓ પોતાના વિસ્તારના બજારોમાં આ ફળ વેચવા માટે આવે છે. ટૂંકા ગાળા માટે આવતા આ ફળનો સ્વાદ માણવાનું લોકો ચૂકતા નથી, અને તેથી જ આ માત્ર 20 દિવસની મોસમ બજારમાં એક અનેરો ઉત્સાહ અને મીઠાશ લઈને આવે છે.

