ગુજરાત સરકારની શાખા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી) દ્વારા એર કન્ડિશન્ડ (એસી) વોલ્વો લક્ઝરી બસ સેવા શરૂ કરવાની સાથે જ વડોદરા શહેરને રાજસ્થાનના યાત્રાધામ નાથદ્વારા શ્રીનાથજી સાથે સીધો સંપર્ક મળી ગયો છે. પરિવહન રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોમવારથી આ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે માંજલપુર ખાતે આવેલ વ્રજધામ સંકુલથી વડોદરા થી શ્રીનાથજી જવા એસી બસ ને શ્રી વ્રજરાજ કુમાર મહારાજ અને વડોદરા ના સાંસદ હેમાંગ જોશી અને વડોદરા બસ ડેપોના અધિકારી દ્વારા બસને ફ્લેગો આપી ને બસ નું પ્રસ્થાન કરાવ્યું હતું.
પરિવહન રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિકસિત માંજલપુર સ્થિત વ્રજધામ અધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવો શ્રીનાથજી ના દર્શન કરવા ની જાહેરાત કરવામાં આવી હતી બસના માર્ગમાં અમદાવાદ, હિંમતનગર, શામળાજી, ખેરવાડા અને ઉદેપુર ખાતે સ્ટોપેજ હશે. બસ નાથદ્વારાથી સાંજે ૫.૩૦ વાગ્યે ઉપડશે અને મધ્યરાત્રિએ ૧૨ વાગ્યે વડોદરા પરત આવશે. ત્યારે વડોદરા ના શહેરીજનો એક જ દિવસમાં શ્રીનાથજી દર્શન કરી પરત આવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે

