37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હોળી પર્વે ખજૂરના ભાવ વધ્યા, ઘાણીના ભાવ યથાવત : વડોદરાના બજારમાં ઘરાકી મંદ

રંગોના પર્વ હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા શહેરના બજારોમાં હાલ ગ્રાહકોની જોઈએ તેવી ભીડ જોવા મળી રહી નથી. ધાણી અને ખજૂર વેચતા વેપારીઓ શનિ-રવિની રજામાં ઘરાકી વધે તેવી આશા રાખી રહ્યા છે, પરંતુ હાલમાં બજારમાં મર્યાદિત ખરીદી જોવા મળી રહી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ભાવમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હોળી પ્રજ્વલિત કર્યા બાદ પરંપરાગત રીતે ધાણી, ખજૂર અને ચણા હોમવામાં આવતા હોવાથી આ વસ્તુઓની ખાસ માંગ રહેતી હોય છે. શહેરના ચોખંડી વિસ્તારમાં ધાણી-ખજૂરના મોટા વેપારીઓ છે, જેઓના જણાવ્યા અનુસાર ઘાણીના ભાવ યથાવત રહ્યા છે, જ્યારે ખજૂરના ભાવમાં માત્ર ₹5 થી ₹10 જેટલો વધારો થયો છે. ચણા અને હારડાના ભાવ પણ ગત વર્ષ જેટલાં જ સ્થિર રહ્યા છે.

હાલ ગ્રાહકો બજારમાં આવી રહ્યા છે, પરંતુ મોટી માત્રામાં ખરીદી કરતા નથી, જેના કારણે દર વર્ષની સરખામણીએ ખરીદીમાં થોડો ઘટાડો નોંધાઈ રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે હોળી પર્વ અંતિમ તારીખોમાં આવતાં લોકો અંતિમ દિવસોમાં જ મોટી ખરીદી કરે છે.

શનિ-રવિની રજાને ધ્યાનમાં રાખીને વેપારીઓને આશા છે કે આગામી દિવસોમાં ઘરાકી વધશે અને અંતિમ દિવસોમાં બજારમાં રોનક જોવા મળશે.

વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળે છે. પંચમહાલ, છોટાઉદેપુર અને ભરૂચ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો વડોદરા આવી મોટી માત્રામાં ધાણી, ખજૂર અને ચણાની ખરીદી કરતા હોવાની માહિતી વેપારીઓએ આપી હતી.

Related posts

શ્રી લાધારામ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ઉજવાયો, વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓએ મંત્રમુગ્ધ કર્યા

admin

વડોદરાના ફતેગંજ બ્રિજ પર મોપેડ ચાલક સ્લીપ થતાં અકસ્માતની વણઝાર સર્જાઇ

admin

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા વૃક્ષારોપણ, હેલ્થ કેમ્પ જેવા અનેક કાર્યક્રમો

admin

Leave a Comment