સરકારની અમૃત યોજના અંતર્ગત 2 .75 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ વર્ષો પછી નવનિર્માણ તૈયાર થયેલા ડભોઇ સરદાર બાગ નું ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના હસ્તે
તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.નવીન બનેલ સરદાર બાગમાં બાળકો માટે આધુનિક રમતગમતના સાધનો, , વોક સ્ટ્રીટ અને કસરત માટેના સાધનો જેવી સુવિધાઓ વહીવટી તંત્રની દેખરેખ હેઠળ ઉપલબ્ધ કરવામાં આવી હતી પરંતુ ચારથી પાંચ દિવસમાં બગીચામાં નાખેલા સાધનો જે કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી નાખવામાં આવ્યા હોય જે પૈકીના કેટલાક તૂટી જતા બગીચાના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું નગરની પ્રજામાં ચર્ચાઈ રહ્યું હતું…
ડભોઇ નગરમાં વર્ષોથી બાગ બગીચા ની હાલત તદ્દન બિસ્માર હાલતમાં હતી ત્યારે વિકાસ પુરુષ એવા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નવા બગીચા બનાવવા માટે સરકારની અમૃત યોજના અંતર્ગત માતબર રકમ બે કરોડ ૭૫ લાખના ખર્ચે વિવિધ સાધનોની સજ્જડ બાગ ના નવ નિર્માણ નુ ઉદ્ઘાટન ચાર પાંચ દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું ત્યારે નગર જનો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પહેલા જ દિવસે લોકાર્પણ સમયે મોટી સંખ્યા માં બાળકો ,યુવાનો તથા વડીલો ગાર્ડન ખાતે ઉપસ્થિત રહ્યા હતા.સાથે જ લોકાર્પણ પ્રસંગે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના ઉદ્બોધનમાં નગરજનોને બાગનો સદુપયોગ કરવા, સ્વચ્છતા જાળવવા અને તેને જીવંત રાખવા અપીલ કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અને નગરના વહીવટી તંત્ર ની દેખરેખ હેઠળ આટલી મોટી માતબર રકમથી બનેલા બગીચામાં ચાર પાંચ દિવસમાં જ હીચકા રાઉન્ડ વિગેરે સાધનો તૂટી જવા પામ્યા હતા ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું હતું ત્યારે નગરમાં નગરજનોમાં બોલાઈ રહ્યું છે કે આ માનીતા કોન્ટ્રાક્ટરને ડભોઇ નગરના વિકાસના મોટાભાગના કામો રોડ રસ્તા બ્લોક દિવાલ ગટર તેમજ સીસી રોડ વિગેરે નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા કોન્ટ્રાક આપવામાં આવ્યા હતા તેમાં પણ કેટલો ભ્રષ્ટાચાર થયો હોય એ તપાસો વિષય છે ત્યારે નગર નિયામક સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ કામોની તપાસ કરે તેવી નગરજનોની લોકમાંગ ઉઠવા પામી છે…

