Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી પંથકમાં આવસ યોજનાઓના જર્જરિત જોખમી મકાનો.

સાવલી નગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં કેન્દ્ર અને રાજય સરકારની લોકોને રહેવા ઘર બને તે માટે 20 વર્ષ અગાઉ જેતે સમયે ન જીવી સરકારી આવાસયોજનાઓ થકી નિર્માણ થયેલ અસંખ્ય આવાસયોજનાઓ ના બનેલ અસંખ્ય મકાનો જર્જરિત અને રહેવા જોખમી હાલતમાં છે અને કોઈ અકસ્માત સર્જાય તેવી સ્થિતિમાં જોવાઇ રહ્યાં છે તાજેતરમાં ત્રણ ચાર દિવસ અગાઉજ સાવલી તાલુકાના પરથમપુરા ગામે જુના આવાસયોજના ના મકાન ના ધાબા પર સુઈ રહેલ પરિવાર નું વહેલી સવારે સ્લેબ તૂટી પડતાં એક ને ઇજા થયાની ઘટના બની હતી. ગંભીરામાં પુલ તૂટ્યાની ઘટના બાદ રાજ્ય સરકારના આદેશ થી રાજ્યભરના બ્રીજ ની સમીક્ષા કરાઈ હતી તો પરથમપુરા ની ઘટના બાદ પણ પંથકમાં 20 વર્ષ અગાઉ નિર્માણ થયેલ આવાસયોજનાઓ ના આવાસો ની તપાસ સમીક્ષા કેમ નહિ કે પછી બીજો અકસ્માત થાય અને ઘોડાં છૂટીગયાં પછી તબેલા ને તાળું જેવો ઘાટ થાય તેમ છે
રાજ્ય અને કેન્દ્ર સરકાર ના સંયુક્તઉપક્રમે તત્કાલીન સરકાર અને હાલમાં વર્તમાન સરકારો એ કોઈ ઘર વિહોણા ન રહે તે શુભ આશયથી સરદાર પટેલ આવાસ ,પંડિત દીનદયાળvઆવાસ, આંબેડકર આવાસ,ઈન્દિરા આવસ અને 2016 થી પ્રધાનમંત્રી આવાસયોજના શરૂ કરાઇ હતી તે અંતર્ગત હાલમાં મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા પાંચ લાખ, નગરપાલિકા વિસ્તારમાં ત્રણ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં એકલાખ વીસ હજાર રૂપિયા લાભાર્થી ને ત્રણ હપ્તે ચૂકવાય છે તેવા આવાસ યોજનાઓ ના વડોદરા જિલ્લાના સાવલી નગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં અસંખ્ય આવાસ યોજના ના મકાનો નિર્માણ કરાયાં છે પણ હાલમાં 20 વર્ષ અગાઉની આવાસ યોજના ના નિર્માણ થયેલ મકાનો ખુબજ જર્જરિત અને જોખમી હાલતમાં છે અને કેટલાક આવાસો જર્જરિત જોખમી બંધ હાલતમાં બીન ઉપયોગી છે અને કેટલાક આવસોમાં જર્જરિત સ્લેબ ના પોપડાં ઉખડી સળિયા પણ દેખાઈ રહ્યાં છે તો પણ પરિવાર સાથે વસવાટ કરી રહ્યાં છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અગાઉજ સાવલી તાલુકાના પરથમપુરા ગામ ના પાટડી ફળિયાંમાં આવાસયોજના ના આવાસ ના ધાબે સુઇ રહેલ રેખાબેન પરમારના વહેલી સવારે સ્લેબ ધડાકાભેર તૂટી પડતાં અકસ્માત સર્જાયો હતો અને એક ને ઇજા થયાંની ઘટના બની હતી જેને લઈને વહીવટીતંત્ર તાલુકા પંથકમાં અકસ્માત ની રાહ જોયાં વગર 20 વર્ષ અગાઉ નિર્માણ થયેલ આવાસ યોજના ના આવાસો ની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે જનહિત માટે ઇચ્છનીયછે

Related posts

બે જૂથ વચ્ચે અથડામણ:પ્રતાપનગરમાં કુખ્યાત બૂટલેગરો બેફામ, દારૂના ધંધામાં લોહિયાળ ગેંગવોર

admin

આવતીકાલે જૈનાચાર્ય વલ્લભસુરી મહારાજ નો જન્મ થયો હતો ત્યાં ગુરુ મૂર્તિ ની સ્થાપના કરાશે

admin

ઈતિહાસમાં નોંધાયો નવો વિશ્વ રેકોર્ડ : 15,000 બાળકોએ સંસ્કૃત શ્લોકોનું સામૂહિક કંઠસ્થ મુખપાઠ કર્યું

admin

Leave a Comment