36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના મહેમાન બનેલા બે-બે વડાપ્રધાનનોનું લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ભોજન વ્યવસ્થા

આજે વડોદરા શહેરમાં દિવાળી જેવો માહોલ જામ્યો. જાણે વડોદરા વસીયોની દિવાળી આજે હોય તેવી રીતે વડોદરા શહેરને શણગારવામાં આવ્યું. આ બધી તૈયારીઓ વડોદરાના મહેમાન માનીને આવેલ બે બે વડાપ્રધાન એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ માટે કરી. ટાટા-એરબસ દ્વારા સ્થાપીત સૈન્યના કાર્ગો પ્લેનના એસેમ્બલ માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ બંને મહાનુભાવો વડોદરાના લક્ષ્મિવિલાસ પેલેસ ખાતે બપોરના ભોજન માટેનું આયોજન કરવામાં આવ્યું. ભોજનમાં સ્ટાર્ટરમાં મિક્સ ફ્રુટ સલાડ, વેજ સલાડ, સ્પાઈસી કર્ડ જેવી વાનગીઓ મેઇન કોર્સમાં ઢોકળા, હાંડવી, ભજીયા, કચોરી, પુરી-રોટલી, ખીચડી-કઢી, રિંગણ-વટાણનું શાક, ટીંડોળા-કાજુનુ શાક, ભીંડીના રવૈયા, છાસ અને વિવિધ પ્રકારની ચટણીઓ પીરસવામાં આવશે. મીઠાઈમાં મગનીદાળનો હલવો, પુરણપોળી, બાસુંદી, રબડી પીરસવામાં આવશે. ભારત અને સ્પેનના વડાપ્રધાનની લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાતને અનુલક્ષીને પેલેસ ખાતે પણ કિલ્લેબંધી કરી દેવામાં આવી છે.

Related posts

કોયલી IOCL માં કંપનીમાં ધડાકાભેર આગ લાગી

admin

સયાજી હોસ્પિટલના ૧૫ ડોક્ટર્સની ટીમ સરહદી વિસ્તારમાં મેડિકલ ઇમરજન્સી માટે જશે

admin

વીર બાલ દિવસ તરીકે ઉજવવા માટે વડાપ્રધાને જાહેર કર્યા બાદ વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળક દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું.

admin

Leave a Comment