વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ પાછળ આવેલી ડૉ. ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજ ખાતે 2026-27ના બજેટ અંગે ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રસંગે કેળવણી ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ ડૉ. પુષ્પાબેન પટેલ, સંયુક્ત સચિવ સુરેન્દ્રભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ચાર્મીબેન ગાંધી, મહિલા મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડૉ. પ્રદીપભાઈ જોષી તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના ડૉ. અશોકભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ 2026-27ના બજેટના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી અને બજેટના પ્રભાવ તથા વિકાસલક્ષી પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
આ ચર્ચાસત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

