43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

અતિજોખમી ૧૧૧ થી વધુ સગર્ભા માતાઓને પ્રોટીન યુક્ત આહાર કિટનું વિતરણ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાદરપુર ખાતે અતિજોખમી ૧૧૧ થી વધુ સગર્ભા માતાઓને પ્રોટીન યુક્ત આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ સંસ્થા અનુપમ મિશન, મોગરી, જી. આણંદ સંચાલિત અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ “આશા” પ્રોજેકટ અંતર્ગત ગુરુદેવ સંત ભગવંત સાહેબજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી અનુપમ મિશન ખાતે ચાલતા ગર્ભસંસ્કાર કેન્દ્રમાં ગર્ભસંસ્કાર, પરામર્શ , માર્ગદર્શન અને તપાસ તેમજ જરૂરિયાતમંદ સગર્ભાઓઓને પોષક આહાર આપવામાં આવે છે. તે અંતર્ગત આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાદરપુર ખાતે અતિજોખમી ૧૧૧થી વધુ સગર્ભા માતાઓને પ્રોટીન યુક્ત આહાર કિટનું વિતરણ તેમજ સગર્ભા વસ્થા દરમિયાનની જરૂરી તપાસનું આયોજન છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરતસિંહ ચૌહાણ, RCHO ડો. મુકેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિકાસ રંજન, ડો. પૂર્વીબેન, ડો. દિવ્યાબેન ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને શિક્ષકોની ઘટને લઈને પત્ર લખી રજૂઆત કરી

admin

દેશી ગાય આધારીત ખેતી કરતા છોટા ઉદેપુર જીલાના રોજકુવા ગામના પ્રવિણભાઈ

admin

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

admin

Leave a Comment