40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

જિલ્લા વહીવટી તંત્રએ સાવલીમાં સરપ્રાઈઝ મુલાકાત કરતા અધિકારીઓ દોડતા થયા

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં તંત્ર હરકતમાં આવ્યું હતું.જિલ્લા વહીવટી તંત્રએ સાવલીમાં સરપ્રાઈઝ મુલાકાત કરતા અધિકારીઓ દોડતા થયા હતા.

રાજ્ય અને જિલ્લામાં ચોમાસામાં રોડ રસ્તા અને મકાનોની હાલત અંગે સમીક્ષા બાદ જિલ્લા વહીવટી તંત્રે મિટિંગ યોજી હતી. જિલ્લા સમાંહર્તાએ નિયુક્ત કરેલ અધિકારીઓની ટીમે સાવલી નગરમાં સરપ્રાઇઝ વિઝીટ કરી હતી.સાવલી નગર પાલિકાના પ્રમુખે ચીફઓફિસરને સાથે રાખીને રોડ રસ્તા મકાનની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જુના બસસ્ટેન્ડ પાસે આવેલા સીટી સિવિક સેન્ટરની પણ મુલાકાત કરી હતી.સ્થિતિ નિરીક્ષણ બાદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફઓફિસરને જરૂરી સૂચનો કરાયાં હતા. અધિકારીઓ ટીમની ગાડીઓ અચાનક સાવલી નગરમાં આવી પડતાં નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Related posts

એશિયા કપ -2025 ઇન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશીપની સ્પર્ધામાં વડોદરાના વિજેતા ખેલાડીઓનુ સન્માન

admin

વિસર્જન બાદ કુત્રિમ તળાવોમાં સાફસફાઈ હાથધરવામાં આવી

admin

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ડભોઇ ખાતે VHP-બજરંગ દળના ધરણા તથા પૂતળાં દહન

admin

Leave a Comment