ચુડાનાં શંકર સ્ટેડીયમ ખાતે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલનાં વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ સ્કૂલો અને સાંસ્કૃતિક જૂથો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જિલ્લા કક્ષાએ વિશિષ્ટ યોગદાન આપનાર કર્મચારીઓ,વ્યક્તિ/ સંસ્થાઓનું બહુમાન પણ જિલ્લા કલેકટર સહિત ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં અંતે જિલ્લા કલેકટર તથા ઉપસ્થિત મહાનુભાવોનાં વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં ધારાસભ્ય કીરીટસિંહ રાણા,જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યા,પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ,મોટા મંદિરનાં મહંત લાલદાસબાપુ સહિત મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયાં હતાં.

