33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

વિદ્યાર્થીઓને પોતાની ખૂબીઓ અને ખામીઓ જાણી આગળ વધવા અપીલ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ

છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ-૨૦૨૪ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા એસ.એફ.હાઇસ્કુલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા કક્ષા યુવા ઉત્સવ-૨૦૨૪’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે દર વર્ષે યુવા ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને વિકસવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની ખૂબીઓ અને ખામીઓ જાણી આગળ વધવા અપીલ કરીને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી.

જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શર્મિલાબેને પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા. જિલ્લાની વિવિધ શાળા કોલેજના ૨૯૪ જેટલા વિદ્યાર્થીઓએ ૩૩ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ રાજય કક્ષાના કાર્યક્રમ માટે પસંદગી પામશે.

જિલ્લા કક્ષા યુવા ઉત્સવ-૨૦૨૪ના આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, એસ.એફ. હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ, જિલ્લા રમત ગમત અધિકારી વિક્રમભાઈ ડુંગરીભીલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન, જિલ્લાની વિવિધ શાળા કોલેજના આચાર્ય-શિક્ષકોઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સ્વચ્છતા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા નગરમાં નુક્કડ નાટકનું આયોજન કરી લોકોને સ્વચ્છતા જાળવવા જાગૃત કરાયા

admin

Optimiser ses résultats grâce aux cadres des probabilités au 500 Casino

admin

છોટાઉદેપુર શહેરમાં બાઇક રેલી કરી નગરજનોને વન્ય પ્રાણી જાગૃતતા લાવવા માટે રેલી કરી પ્રસાર અને પ્રચાર કરી ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment