27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
Uncategorized

વડોદરા શહેરના માંડવી સ્થિત કલ્યાણ રાયજી મંદિર ખાતે રાસપંચાધ્યાયી કથાનું દિવ્ય આયોજન

વડોદરા શહેરના માંડવી સ્થિત કલ્યાણ રાયજી મંદિર ખાતે કલ્યાણ રાય પ્રભુના પરમ અનુગ્રહ થી નિત્ય વંદનીય પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ષષ્ઠપીઠાધીશ્વર પૂ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ના સર્વાધ્યક્ષ હેઠળ, ષષ્ઠગૃહ યુવરાજો પૂજ્ય શ્રી આશ્રય કુમાર મહોદયશ્રી, પૂજ્ય શ્રી શરણંમકુમારજી મહોદયશ્રી ‌ના સાંનિધ્યમાં રાસપંચાધ્યાયી કથાનું દિવ્ય આયોજન મંદિરના ગોવર્ધન ચોકમાં ચાલી રહ્યું છે.વ્યાસપીઠ પરથી પૂજ્ય શાસ્ત્રી હિરેનભાઈ ભટ્ટ ,તેમના સંગીત કલાકાર વૃંદ પ્રભુ કૃષ્ણ લીલાઓનો અને ગોપીઓ સાથેની રાસલીલા ઓ સંગીત મય શૈલીમાં વર્ણન કરીને દશમ સ્કંધ એ પ્રભુનું હૃદય છે. તેમાં પણ રાસ એ આ હૃદયના પંચ પ્રાણ છે. રાસ વાસનાઓથી નિર્મૂલ કરે છે. આવી રસયુક્ત લીલાનો રસ પાન પૂજ્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ વ્યાસપીઠ પરથી વૈષ્ણવો અને શ્રોતાજનોને કરાવી રહ્યા છે. સંગીત કલાવૃંદ દ્વારા પણ શું મધુર ભક્તિમય ગીતો અને વ્રજની લીલાઓના ગાન દ્વારા આકર્ષણ ઊભું કરી રહ્યા છે. પ્રભુ શ્રીકૃષ્ણ રમાડે રાસ ગોપીઓ ઘેલી બની એમ મહિલાઓ ગરબે ઘૂમીને વ્રજની યાદ છતી કરી ભક્તિમાં લીન જોવા મળી. શહેરના ચારે દિશામાંથી વૈષ્ણવો રાસ પંચાધ્યાયી કથામૃત નો રસપાન કરી ભાવવિભોર બની રહ્યા છે.

Related posts

Erstellen von plagiatfreien umgeschriebenen Texten

admin

Ruletka Polska Bonus – Najlepsze Oferty dla Graczy

admin

રક્ષાબંધનમાં ભાઈને વિદેશ રાખડી મોકલવા પોસ્ટ વિભાગ દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે આ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે…

admin

Leave a Comment