મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સંચાલિત ડોર ટુ ડોર સર્વિસ સામે બુમરાણ મચી છે.વેસ્ટર્ન કંપની દ્વારા વોર્ડ નં.16,17,18,19માંથી કચરો ઉઘરાવાતો નથી તેવા આક્ષેપો વચ્ચે આજરોજ બેઠક મળી હતી જેમાં સ્થાયી સમિતિના અધ્યક્ષે જરૂરી સૂચનાઓ આપી હતી જોકે વેસ્ટર્ન કંપનીની કથિત ગેરરીતિ મામલે સ્થાયી અધ્યક્ષએ ગોળ ગોળ વાતો કરી હતી.કહેવાય છે કે,સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીની કોન્ટ્રાક્ટર સાથે ટકાવારીમાં આ વોર્ડમાં કચરો ઉપાડતો નથી,ત્યારે આ એજન્સીને બ્લેક લિસ્ટ કેમ કરવામાં આવતી નથી તેવા પણ સવાલો ઉઠ્યા છે.

