Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડૉ. બી.જે.બ્રહ્મભટ્ટની વરણી, સમર્થકોમાં ઉત્સાહનો માહોલ

ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ દ્વારા વડોદરા જિલ્લા ભાજપ સમિતિ ના જિલ્લા પ્રમુખ તરીકે ડભોઇ ના નામાંકિત ડોક્ટર બી. જે. બ્રહ્મભટ્ટ ની વરણી કરવામાં આવી હતી અને તેઓના ઘર પાસે સમર્થકો દ્વારા ભવ્ય ફટાકડાની આતશબાજી કરી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આજરોજ રાજ્યના ત્રણ જિલ્લાના પ્રમુખોની વરણી કરવામાં આવી

જેમાં ડભોઇના સર્જન નામાંકિત ડોક્ટર બી. જે. બ્રહ્મભટ્ટની વડોદરા જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જેમાં ડભોઇ નગરપાલિકામાં તેમજ લાયન્સ કલબમાં પ્રમુખ તરીકે તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના જિલ્લાના પ્રમુખ તરીકે સેવા બજાવી હતી. તેમજ વડોદરા જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી તરીકે બે ટૅમ થી સેવા આપતા તથા વિવિધ સંસ્થાઓમાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ જિલ્લા પ્રમુખની નિમણૂક થતા તેઓને ઘર પાસે સમર્થકો દ્વારા ભવ્ય ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી આ નિયુક્ત અંગે ડભોઇ મત વિસ્તારના ધારાસભ્ય બરોડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ. જિલ્લાના ઉપપ્રમુખ મહેશભાઈ દાઝી. વકીલ જાવેદભાઈ પઠાણ. વકીલ આરીફ ભાઈ મકરાણી નગરપાલિકા સદસ્ય વિશાલભાઈ શાહ. સૈયદ દાનિયાલભાઈ સલીમભાઈ ઘાંચી તથા ભાજપ અગ્રણી જયેશભાઈ માવલી. વિનોદભાઈ સોલંકી. સુખદેવભાઈ પાટણવાડીયા. માજી તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ. ભાવેશભાઈ નડાવાળા. સોનલબેન સોલંકી. જે કે પટેલ. માજી નગરપાલિકા પ્રમુખ મુકેશભાઈ દાલ. તેમજ જિલ્લા ભરના ધારાસભ્યશ્રી અને ભાજપ અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના બાળકો માટે ત્રણ દિવસીય નવરાત્રિનું આયોજન કરાયું

admin

વડોદરાની વિશ્વામિત્રી નદીના કોતરમાં મળ્યું શવ

admin

વસઈ-કરાલી વચ્ચે ઢાઢર નદી પરનો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન અધૂરા કામને કારણે અકસ્માતનો ભય

admin

Leave a Comment