30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ ગોજાલી વસાહતમાં શિક્ષણના નામે ‘તમાશો’ માત્ર 2 વિદ્યાર્થીઓ માટે 2 શિક્ષકો અને 3 ઓરડા!

​ડભોઇ એક તરફ સરકાર વાંચે ગુજરાત અને ભણે ગુજરાત પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે ડભોઇ તાલુકાના ગોજાલી વસાહતમાંથી સરકારી તંત્રની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક એવી અનોખી પ્રાથમિક શાળા કાર્યરત છે જ્યાં વિદ્યાર્થીઓ કરતાં સુવિધાઓ અને સ્ટાફનો બગાડ વધુ જોવા મળી રહ્યો છે.ડભોઇના ગોજાલી વસાહત વિસ્તારમાં આવેલી આ સરકારી શાળા અત્યારે ચર્ચાનો વિષય બની છે. આ શાળાની વાસ્તવિકતા જાણીને તમે પણ ચોંકી જશો:વિદ્યાર્થીઓની સંખ્યા: માત્ર ૨ (બે)શિક્ષકોની સંખ્યા: ૨ (બે)શાળાના ઓરડા: ૩ (ત્રણ)ગામની સ્થિતિ: ૧૦ થી ૧૨ મકાનો અને અંદાજે ૧૧૦ લોકોની વસ્તી.

​સરકારી નાણાંનો ખુલ્લેઆમ બગાડ?
​સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આટલી ઓછી વસ્તી અને માત્ર બે જ વિદ્યાર્થીઓ હોવા છતાં, બે શિક્ષકો અહીં શું કરી રહ્યા છે પગારનું ભારણ: બે શિક્ષકોનો માસિક લાખો રૂપિયાનો પગાર સરકાર ચૂકવી રહી છે. શું આ પગાર ‘મફત’ જેવો નથી? કારણ કે બે બાળકોને ભણાવવા માટે આખા સ્ટાફની જરૂરિયાત તર્કહીન લાગે છે.માળખાગત સુવિધા: ત્રણ ઓરડા જેવી મોટી ઇમારત માત્ર બે બાળકો માટે ફાળવવી એ સંસાધનોનો વેડફાટ છે.
​વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ: નજીકમાં જ ‘ગોજાલી મુખ્ય શાળા’ આવેલી છે. જો આ બે વિદ્યાર્થીઓને ત્યાં મર્જ કરી દેવામાં આવે, તો સરકારના લાખો રૂપિયા બચી શકે તેમ છે અને શિક્ષકોનો ઉપયોગ અન્ય જગ્યાએ થઈ શકે.
​આદિવાસી વિસ્તારના નામે અન્યાયસરકાર આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે વિશેષ બજેટ ફાળવે છે. પરંતુ ગોજાલી વસાહત જેવો કિસ્સો એ સાબિત કરે છે કે ગ્રાઉન્ડ લેવલ પર આયોજનનો ભારે અભાવ છે. એક તરફ રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની અછત છે, જ્યારે અહીં બે બાળકો પર બે શિક્ષકોની ‘મહેરબાની’ છે સવાલ એ ઊભો થાય છે કે: શું શિક્ષણ વિભાગ આ બાબતે અજાણ છે? કે પછી જાણી જોઈને સરકારી તિજોરી પર બોજ નાખવામાં આવી રહ્યો છે

Related posts

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ

admin

બ્રાહ્મણ સભા – વડોદરા દ્વારા સંસ્થા હોલમાં તીળ ગુળ સમારંભ તથા પ્રવીણ વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરાના માંજલપુર બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

admin

Leave a Comment