43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા નજીક કારના ચોરખાનામાં સંતાડેલ દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો

વડોદરા પીસીબી પોલીસ ટીમે કપૂરાઈ ચોકડી ખાતેથી કારના ચોરખાનામાં સંતાડેલ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ રૂ.1.51 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, એક શખ્સ પોતાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ડભોઇ ખાતેથી નીકળી કપૂરાઈ ચોકડી થઈ વડોદરા જવાનો છે. જેના આધારે પોલીસે કપુરાઈ ચોકડી ખાતે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતાં તેને કોર્ડન કરી રોકી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કારચાલક રણજીતસિંહ ઉર્ફે પીન્ટુ જસવંતસિંહ જાદવ (રહે-કડાછલા ગામ, બોડેલી, છોટાઉદેપુર) હોવાનું બહાર આવ્યું હતું. કારની તલાસી લેતા કાળની આગળની લાઈટના ભાગે તેમજ પાછળ ડિક્કીના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ આરોપીએ આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કઠીવાડા ખાતેથી મેળવી વડોદરાના ઠાકોરભાઈ નામના વ્યક્તિને આપવાનો હોવાની કબુલાત કરી હતી. કપુરાઇ પોલીસે રૂ.45,900ની કિંમત ધરાવતી દારૂની 270 બોટલો, રોકડા રૂ. 400, મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ રૂ.1,51,300નો મુદ્દામાલ કબ્જે કરી ઠાકોરભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ વચ્ચે મસ્તીમાં આંખ પાસે વાગી જતાં હોસ્પિટલમાં ખસેડાયો

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ક પરમીટ વિઝા તથા ટૂરીઝમ વિઝા, સ્ટુડન્ડ વિઝા વિગેરે પ્રકારના વિઝા અંગે થતા ફ્રોડને અટકાવવા વડોદરા શહેર પોલીસ દ્વારા સેમીનારનું આયોજન

admin

કેન્દ્રીય રેલ્વે મંત્રીએ વડોદરામાં એલ્સ્ટોમ કંપની ખાતે સુવિધા અને કામગીરીની સમીક્ષા કરી

admin

Leave a Comment