જંગલ વિસ્તાર માં પડેલા ભારે વરસાદ ને લઈ ગીર માં આવેલો જિલ્લા નો સૌથી મહત્વ નો શિંગોડા ડેમ છે 80 ટકા ભરાઈ ચૂક્યો છે જુલાઈ માસના રૂલ લેવલ જાળવવા ડેમ નો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે. જ્યારે હિરણ નદી માં ભારે પાણી ની આવક થતાં જિલ્લા નો સૌથી મોટો હિરણ-2 ડેમ 70 ટકા ભરાયો, ત્રણ ફૂટ વધુ પાણી ની આવક થાય તો ડેમ ના દરવાજા ખોલવામાં આવી શકે છે, ત્યારે ડેમ 70 ટકા ભરાઈ જતા ડેમ ના કમાન્ડ એરિયા ના 14 ગામો ને એલર્ટ કરાયા છે અને હિરણ 2 ડેમ વેરાવળ નગરપાલિકા, સુત્રાપાડા નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ, 42 ગામ જૂથ યોજના સહિત 7 સંસ્થાઓ પીવાનું પાણી પૂરું પાડે છે. ઉપરાંત 1100 હેકટર ખેતી ની જમીન ને સિંચાઈ નું પાણી પૂરું પાડે છે. ત્યારે ગત વર્ષે હિરણ 2 ડેમના તમામ દરવાજા ખોલવા ની ફરજ પડતા તાલાળા અને વેરાવળ ના અનેક ગામોમાં જળ બંબાકાર ની સ્થતિ નિર્માણ પામી હતી, ત્યારે ચાલુ વર્ષે પણ ગીરમાં ભારે વરસાદ ના કારણે ગીર સોમનાથ સિંચાઈ વિભાગ અને તંત્ર એલર્ટ મોડ પર છે.
પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

