31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ટામેટાની ખેતીમાં રોગ આવી જતા ખેડૂતોની ખેતી સદંતર નિષ્ફળ

છોટાઉદેપુર તાલુકામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે, ખેડૂતોને ચાલુ વર્ષમાં ટામેટાની ખેતીમાં ભારે નુકસાન થવા પામ્યું છે. ટામેટાની ખેતીમાં રોગ આવી જતા ખેડૂતોની ખેતી સદંતર નિષ્ફળ ગઈ છે.

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અંદાજિત ૪ હજાર હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં પણ વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરે છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે ટામેટાની ખેતી કરતા ખેડૂત ઉમેશભાઈ રાઠવા અને લાલુભાઇ રાઠવા છેલ્લા 10 થી 15 વર્ષથી ટામેટાની ખેતી કરે છે. ત્યારે આ બંને ખેડૂતોને મોટા પાયે ટામેટાની ખેતીમાં નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટામેટાની ખેતીમાં 30 થી 35 હજારનો ખર્ચ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને ટામેટાની ખેતીમાં ભારે નુકસાન થાય છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટામેટાની ખેતીની અંદર રોગ આવી જતા ખેડૂતોનો ખર્ચ પણ નીકળી શકતો નથી. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરે છે. પરંતુ ટામેટાની ખેતીની અંદર રોગ આવવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. ખેડૂતો જે ખર્ચ ટામેટાની ખેતીની અંદર કરે છે. તે ખર્ચ પણ ટામેટાની ખેતીની અંદર નીકળી શક્યો નથી. ટામેટાની ખેતીની અંદર ખેડૂતો અલગ અલગ પ્રકારની દવાઓ વાપરે છે. પરંતુ આ રોગ આવી જતા તે દવા પણ કોઈ કામ લાગતી નથી. અને ખેડૂતો ઉભા પાકે રડી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોગના કારણે ખેડૂતોને મોટા પાયે ટામેટાની ખેતીની અંદર નુકસાન થવા પામ્યું છે. વધુમાં ખેડૂતોએ એમ પણ કહ્યું હતું કે જે તે વિભાગના અધિકારીઓ ટામેટાની ખેતી માટે માર્ગદર્શન આપે અને શિબિર રાખે કે ટામેટાની ખેતી કઈ રીતે કરી શકાય તો ખેડૂતને વધુ ફાયદો થાય તેમ છે. અને ખેડૂતો આત્મ નિર્ભર પણ બની શકે છે. ત્યારે સરકાર અને તંત્ર આવા ખેડૂતો ઉપર ધ્યાન આપે તેવી હાલતો ખેડૂતો માંગ કરી રહ્યા છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

દિલ્હી ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર ડુંગરવાંટ ગ્રામ પંચાયતને બેસ્ટ લર્નર એવોર્ડ મળ્યો.

admin

જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન તરફથી ફાડવામાં આવેલ એક એમ્બ્યુલન્સને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

admin

છોટાઉદેપુર એસીબી પોલીસના જવાનો દ્વારા લાંચરુશવત વિરોધી બ્યુરો અંતર્ગત છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર ફરીને લોકોને જાગૃત કરાયા

admin

Leave a Comment