33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓના સંકલન ના અભાવે એક વર્ષ પહેલા બનેલો રોડ ફરીથી બનાવવાનો વખત આવ્યો

વડોદરા કોર્પોરેશનમાં વિકાસની જાણે હોડ જામી છે વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોને હાથ પર લેવામાં આવ્યા છે અને તેમાં પણ નાગરિકોને રોડ પાણી ડ્રેનેજ સહિતની તમામ સુવિધાઓ મળી રહે તેના માટે કોર્પોરેશનને કમર કસી છે પરંતુ કોર્પોરેશનના જ અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે જેમાં પરિવાર ચાર રસ્તા નજીક આવેલ સાઈબાબા મંદિરથી નીલાંબર બંગલા સુધી 24 લાખ ઉપરાંતના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલમાં જ એક વર્ષ બાદ ચોમાસા પૂર્વે જાગ્યું હતું પાણી પુરવઠા વિભાગ અને પાણી લાઈન નાખવાનું હાથ પર લીધું હતું પરંતુ અધિકારીઓએ જે તે સમયે રોડ બનતા પહેલા આ કામગીરી નહીં કરતા હાલમાં જ્યાં લાઈન નાખે છે તે રોડ સાઈડમાં ચરીપુરાણ બેસી જતા નાગરિકોને હાડ મારી વેઠવાનો વખત આવ્યો છે અને હવે ચોમાસા સુધી આ લાઈન પર ફરી રોડ બનાવવાનો માત્ર સપનું જ રહેશે જે પણ કામ થશે તે ચોમાસા બાદ થશે અને તે પણ હવે પેચ વર્ક જ કરવામાં આવશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે નાગરિકોને નવા રોડના સ્થાને ફરીથી બેચ વર્ક વાળો ઉબડખાબડ રોડ મળે તો નવાઈ નહીં તેવા પણ સવાલો ઊભા થયા છે. તો બીજી તરફ સ્થાનિક નાગરિકે કોર્પોરેશનના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા

Related posts

રાષ્ટ્રની આઝાદીની લડતમાં ઘણો મોટો ફાળો આપનાર શ્રી.સોમાભાઈ પંચાલ અને શ્રી.ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં કોઠી પોળના નાકે આવેલ શહીદ સ્મારક ખાતે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી

admin

ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા “સંકલ્પ થી સિદ્ધિ” કાર્યશાળા કાર્યક્રમની ઉજવણી

admin

અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ વિધર્મી યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદનો મામલો

admin

Leave a Comment