36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાષ્ટ્રની આઝાદીની લડતમાં ઘણો મોટો ફાળો આપનાર શ્રી.સોમાભાઈ પંચાલ અને શ્રી.ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં કોઠી પોળના નાકે આવેલ શહીદ સ્મારક ખાતે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી

૧૮મી ઓગષ્ટે સ્વ.ભાનુબેન આઝાદ આગેવાની નીચે ભાઈ બહેનોનું સરઘસ નિયત સમયે કોઠીપોળ માંથી નીકળવા તૈયાર થયું તે જ સમયે પોળની બહાર ન આવી શકે અને લોકો ગભરાઈને છુટા પડી જાય એ જાતનું વાતાવરણમાં પો.કમિશનર એડવીનોએ પોતાનો ઘોડો પોળ સામે લાવીને ઉભો રાખ્યો અને બંદૂકોવાળી પોલીસ પાસે બોલાવી લીધી. પરંતુ સરઘસ જરાપણ ડર્યા કે ગભરાયા સિવાય આગળ વધ્યું. સરઘસ આગળ વધતાની સાથે જ કમિશનરે લાઠીમાર શરુ કર્યો. તે જ સમયે ભાનુબહેન આઝાદે કમિશનરના ઘોડાની લગામ ખેંચી અને ખેંચતાની સાથે જ કમિશનરે ગોળીબારનો હુકમ કર્યો. બીજી બાજુ જનતાએ પણ પોતાનો લડાયક મિજાજ બતાવવા પથ્થર મારો શરૂ કર્યો. જોતજોતામાં રાવપુરા એક ક્રાંતિનું લડાયક મેદાન બની ગયું. આ સમયે શ્રીસોમાભાઈ બેચરભાઈ પંચાલ અને શ્રી ભગવાનદાસ ગોપાલદાસ રાણા નામના બે યુવાનો ગોળીઓનો ભોગ બન્યા અને શહીદ થયા હતા. ૧૯૪૨ની ૧૮મી ઓગષ્ટના આ બનાવના દિવસે શહીદ થયેલા શ્રી.સોમાભાઈ પંચાલ અને શ્રી.ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં કોઠી પોળના નાકે આવેલ શહીદ સ્મારક ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા પ્રતિ વર્ષ ફુલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરા ના પ્રથમ નાગરિક પિંકી સોની, વિપક્ષ ના નેતા અમીબેન રાવત, પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ના જન્મદિવસ નીમીત્તે કરનાળી સ્થિત કુબેરભંડારી મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા અને આરતી કરી

admin

શ્રી કાયસ્થ હિતવર્ધક મંડળ વડોદરા દ્વારા ચોપડા વિતરણ તથા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન

admin

પાદરા હકની વાત સંગઠન વિકી શ્રીમાળી દ્વારા સરકારી અનાજ કૌભાંડ મામલે મામલતદારને આવેદનપત્ર

admin

Leave a Comment