છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની ધામસિયા પ્રાથમિક શાળાના ચાર ઓરડા જર્જરિત હાલતમાં છે. પ્રાથમિક શાળા પતરા વાળી હોવાથી ચોમાસામાં વર્ગખંડમાં પાણી પડે છે. વાયરીંગ ખુલ્લું હોવાથી દુર્ઘટના સર્જવાની ભીતિ છે. એકજ રૂમમાં બે વર્ગોના બાળકોને અભ્યાસ માટે બેસાડવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસીયા ખાતે ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં 100 થી વધારે વિદ્યાર્થિઓ અભ્યાસ કરે છે. જ્યારે 80 વર્ષ જૂની શાળા હોવાથી જર્જરિત શાળા છે. જ્યારે છતના પતરા કાણા છે. જ્યારે પતરા લગાડવા માટે લાકડાની સાઈજો લગાવવામાં આવેલ છે. તે સડી ગયેલ છે. જ્યારે શાળામાં વાયરીંગ કરવામાં આવેલ છે. તે વાયરીંગ ખુલ્લું છે. બાળકોને કરંટ લાગે તેવી સ્થિતિ છે. ફ્લોટિંગ તૂટેલું છે. દીવાલો જર્જરિત છે. શિક્ષકો ભયના ઓથરે અભ્યાસ કરાવે છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવતા બાળકોને ચોમાસામાં છતના પતરા માંથી પાણી ટપકે છે. તેમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. જ્યારે એકજ ઓરડામાં બે વર્ગખંડ ચાલતા હોવાથી બાળકોને શિક્ષકો પૂરતો સમય આપી શકતા નથી.

