32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

લીલાં ગાંજાની ખેતી કરનાર ત્રણ શખ્સોને છોટાઉદેપુર સ્પેશિયલ અને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામના રમણ રણછોડ નાયકા,શંકર રણછોડ નાયકા અને સુરસિંગ ખાતર નાયકાને 20 વર્ષ સખત કેદ સહિત દરેકને એક એક લાખનો દંડ ફટકાર્યો છે. નવેમ્બર 2021માં ઝોઝ પોલીસે મીઠીબોર ગામમાંથી લીલાં ગાંજાની ખેતી ઝડપી પાડી હતી. વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલાં ગાંજાની ત્રણ શખ્સોએ પોતાના ખેતરમાં ખેતી કરી હતી.પોલીસે ત્રણેયના ખેતરમાંથી 70.86 લાખના ગાંજાના છોડ ઝડપ્યા હતા. સાથે લીલાં ગાંજાની ખેતી કરનાર ત્રણેય શખ્સોની પણ પોલીસે અટકાયત કરી હતી.છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સમાજમાં દાખલો બેસાડતો કોર્ટે ચુકાદો આપ્યો છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામે સ્કૂલમાં ભણતા કેટલાક બાળકોને શિષ્યવૃત્તિ ના મળતા સરપંચ સહિત વાલીઓએ હોબાળો મચાવ્યો

admin

બોડેલી તાલુકાના આલિખેરવાં ગામની પંચાયત ખાડે ગઈ

admin

નસવાડી નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર બરોલી ખોડીયા વચ્ચે ઠેર ઠેર મસમોટા ગાબડા ખેડૂતો ચીંચિત

admin

Leave a Comment