અત્યાર સુધી આપડે ડેરીઓને પશુપાલકોની પાસેથી દૂધ ખરીદતા જોઈ છે પણ પશુપાલકો પાસે થી છાણ ખરીદવાનો વિચાર તો માત્ર બનાસ ડેરી જ કરી શકે….!
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સંવેદનશીલતા અને દૂરંદેશી સાથે કામ કરવાના વિઝનમાંના એક વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરવાના વિઝનને અનુસરીને બનાસ ડેરીએ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ના નેતૃત્વમાં ગોબરમાંથી બાયો CNG નું ઉત્પાદન કરી વેસ્ટમાંથી બેસ્ટ તેમજ વેલ્થનું સર્જન કર્યું છે,જેનો સીધો જ ફાયદો પશુપાલકોને મળી રહ્યો છે.
બનાસ ડેરીએ કુલ 984 પશુપાલકો જોડેથી ગોબર ખરીદીને કુલ રૂ. 4,14,81,541 રૂપિયાની પૂરક આવક ઊભી કરી છે.

