વડોદરા હાલ વિશ્વામિત્રી નદીમાં ફરી પૂર ના આવે તેે માટેના પગલાં પૂર જોશમાં ભરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નદીને ઉંડી-પહોળી કરીને તેની વહન ક્ષમતા વધારવી, વિવિધ તળાવો ઉંડા કરવા, તેમની સંગ્રહશક્તિ વધારવી જેવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા સ્થાયી સમિતિના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે અગમ્ય કારણોસર એકબીજા સાથે બોલતા ન હતા અને અચાનક આજે વડોદરા શહેર ની વિકાસ ની ડાઈ વાતો કરતા જોવા મળ્યા હતા.
વડોદરા શહેર કલાલી વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્ર નદી ને ઊંડી અને પહોળી કરવાનું કામ ચાલુ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના ચેરમેન, સહિત પાલિકા ના ઉચ્ચ અધિકારીઓ સાથે વિશ્વામિત્રી નદી નું ચાલી રહેલું કામ અંગે નિરીક્ષણ કર્યું હતું…

