વડોદરા શહેર નિઝામપુરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર માને ખાતે ઉજવાતા ગણેશ મહોત્સવમાં ગૌરી ઉત્સવ નિમિત્તે મરાઠી સમાજની મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. છેલ્લા ઘણા વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ દ્વારા પરંપરા મુજબ ખૂબ જ પ્રખ્યાત ગૌરી પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. ગૌરી માતાને આહ્વાન કરવા સાથે તેઓનું સ્થાપન કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું, જ્યાં આઠમના દિવસે પૂજન કર્યા બાદ નોમના દિવસે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે

