લીબંડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ઈદના અવસર પર શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ વર્ષ સૌ માટે ખુશી અને સમૃદ્ધિ લાવે સૌ સ્વસ્થ રહે અને તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી…
વધુમાં જણાવ્યું હતું આ તહેવાર થકી ભાઈચારો અને માનવતાને વધુ મજબૂત બનાવે છે…
સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આજે
મસ્જિદો અને ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરી લોકો એકબીજાને ગળે લગાવી ઈદ મુબારક પાઠવ્યાં હતા…
એક મહિનાનાં ઉપવાસ બાદ લોકો મસ્જિદોમાં નમાઝ અદા કરે છે એકબીજાને ગળે લગાવે છે અને શુભેચ્છાઓ આપે છે…
આ સમય ધારાસભ્ય કિરીટસિંહ રાણાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લખધીરસિંહ જાદવ,પ્રદિપસિંહ રાણા,આરીફભાઈ સિદાતર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

