ચુડાનાં નારાયણભાઈ લકુમ પપૈયાંના પાક થકી આત્મનિર્ભર બન્યા.
પ્રાકૃતિક કૃષિથી સ્વાવલંબનનું નિર્માણ કરી શકાય છે.સિધ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મમાં ઓછા પાણીએ પ્રાકૃતિક કૃષિના અગત્યના ઘટક એવા કાષ્ટાદન દ્વારા ભેજ જળવાઈ રહે છે. જેથી ફાર્મમાં પાણીની વિશેષ આવશ્યકતા રહેતી નથી. તેમજ વાતાવરણીય ભેજ પણ આચ્છાદનથી જમીનને મળે છે.જેવા કે સૂક્ષ્મ જીવો નિર્જીવ થઈ ગયા છે તે સજીવ થાય છે.
અળશીયા જે ખેડૂતનો પરમ મિત્ર છે.તેમજ કાબર ચકલાં બગલા જેવા પંખીઓથી ડરીને રાત્રે જ બહાર આવીને કામ કરતા હોય છે.તે ખેડૂતોનાં વગર મહેનતના મજૂર કહેવાય છે તેનો પૂરતો લાભ મળે છે.
દરેક ખેડૂતો આવી રીતે પ્રાકૃતિક ખેતી કરશે તો આપણી જમીન ફળદ્રુપ બનતા જરા પણ વાર નહીં લાગે અને આવનારી ભાવિ પેઢીને એક તંદુરસ્ત ફળદ્રુપ નિરોગી ઝેર મુક્ત આપણે જમીન આપી શકીશું.
પ્રાકૃતિક કૃષિ મૂળ પાંચ આધાર સ્તંભ ઉપર કામ કરે છે.જેમાં જીવામૃત,બીજામૃત,આચ્છાદન,વાફસા (ભેજ) અને જંતુનાશક દવાઓનો સમાવેશ થાય છે. આ આધારસ્તંભનો યોગ્ય,વ્યવસ્થિત ઉપયોગથી પર્યાવરણને બચાવવાં માટે ઉપયોગી નીવડી શકે છે.
પ્રાકૃતિક ખેતીથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા,પોષકતત્વોની ઉપલબ્ધિ વધે છે.
પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવીને પ્રથમ ખેડૂો દેશી ગાય આધારિત ખેતી કરીને ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત કે ઘન જીવામૃત ઉપયોગ કરી જમીનને તૈયાર કરી.વાવેતર વખતે બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ અને પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ મુજબ સંપુર્ણ ખેતી કરવાથી લાંબા ગાળે ખુબ જ સારા પરિણામો પ્રાપ્ત થાય છે.

