Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્વાસની તકલીફથી પીડાતા વૃદ્ધ અને યુવક સારવાર હેઠળ સેન્ટ્રલ જેલના વૃધ્ધ કેદીનું ગભરામણ થવાથી મોત

વડોદરા સેન્ટ્રલ જેલના વૃધ્ધ કેદીનું ગભરામણ થવાથી મોત નીપજયું હતું જયારે રેલવે સ્ટેશન નજીક વૃદ્ધ અને ફતેગંજના યુવકને શ્વાસની તકલીફ થવાથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગત મુજબ વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા ૬૦ વર્ષના કાલુમિયા શેખ ૨૯ મી તારીખે સવારે ૧૦:૩૦ વાગ્યે પોતાની બેરેકમાં હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો થવા માંડતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ વડોદરા રેલવે સ્ટેશનના એન્ટ્રીગેટ પાસે ૭૦ વર્ષના રવિ સુભાષ રેડી ઊભા હતા ત્યારે તેમને શ્વાસલેવામાં તકલીફ પડી હતી.

બીજા બનાવમાં ફતેગંજ સદર બજારમાં ૪૬ વર્ષના સલીમ અબસુમગફાર કલેજાને શ્વાસ લેવામાં પરેશાની થવા લાગી હતી. તેથી બંનેને ૧૦૮ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Related posts

કલાલી ખાતે વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરીની મોક ડ્રીલ યોજાઈ

admin

વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

admin

બીસીસી સંસ્થા દ્વારા Skill Development & Livelihood પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ માટે સખી મંડળ, માનસિક આરોગ્ય તથા સ્ત્રી રોગ લક્ષી તાલીમ અપાઈ.

admin

Leave a Comment