વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે છેલ્લા ઘણાં સમયથી ભારે ખેંચતાણ ચાલી રહી હતી પરંતુ આજે તેનો અંત આવ્યો છે.વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.જયપ્રકાશ સોનીની વરણી કરવામાં આવી છે આ રીતે વડોદરામાં નો રિપિટ થિયરી અપનાવવામાં આવી છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવા શહેર ભાજપ પ્રમુખ ના નામની જાહેરાત કરી હતી સાંસદ ધારાસભ્ય,મેયર પૂર્વ શહેર પ્રમુખ દ્વારા નવા ભાજપ શહેર પ્રમુખને ફૂલોનો બુકે આપી હાર પહેરાવી મ્હોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.ડો.જયપ્રકાશ સોની એમ.એસ.યુનિવર્સિટીમા સબ રજીસ્ટ્રાર તરીકે રહી ચૂક્યા છે નિર્વાવાદિત છબી ધરાવતા ડો. જયપ્રકાશ સોની પર ભાજપ શહેર પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી હતી

