વડોદરા શહેરના હરણખાના રોડ સ્વામિનારાયણ મંદિરની સામે આવેલી આઈ જે કલેક્શન નામની કપડાની દુકાનમાં માલિકની જાણ બહાર અલગ અલગ બ્રાન્ડના શર્ટ ટીશર્ટ તથા જીન્સ પેન્ટ તેમજ શૂઝ અને ટ્રેક શુટ જેવા અલગ અલગ 1.20 લાખની કિંમતના કપડાની ચોરી કરનાર ઈસમને દુકાનમાં લાગેલા સીસીટીવીને આધારે પાણીગેટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરનો પણ સમાવેશ થાય છે.

