37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કમાટીબાગના ખાતે ગ્રીનેથોનમાં પર્યાવરણ પ્રેમીઓ ઉમટી પડ્યા…

સતત 14 માં વર્ષે કમાટીબાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું. સવારે 7:00 કલાકે બેન્ડ સ્ટેન્ડ કમાટીબાગ ખાતે વોક ફોર ગ્રીન, ક્લીન એન્ડ હેલ્થી વડોદરાના સુત્ર સાથે રેલી/વોક યોજવામાં આવી . બેનર, પોસ્ટર સાથે રેલી યોજવામાં આવી. જેમાં આવો આપણે વડોદરાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા કદમ ભરીએના સુત્રને પ્રસારવામાં આવ્યું.

UNના UNEP પ્રોગ્રામ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ-2025ની ઉજવણી માટેનું સમગ્ર વિશ્વનું આ 2025નું થીમ “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય પર લોકજાગૃતિ અભિયાન ગ્રીનેથોન આયોજન કરવામાં આવ્યું . આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવામાં આવી.

વૃક્ષોના ઓડિટની માંગ સાથે શહેરને હરિયાળું અને સ્વચ્છ રાખવા માટે ગ્રીનેથોન યોજાઈ. મુખ્ય હેતુ શહેરમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાનો તેમજ પ્લાસ્ટિકનો વપરાશ નહિવત કરવાનો .
પર્યાવરણ અંગેની સંસ્થા એઈડના ડાયરેક્ટર, પર્યાવરણવિદ અમી રાવતે જણાવ્યુ હતું કે, વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી -ગ્રીનેથોન બાદ કમાટીબાગમાં 10000 વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવશે. ગ્રીનેથોનમાં હજારોની સંખ્યામાં બાળકો, વિવિધ સંસ્થા, સ્વૈચ્છિક સંગઠનો, મહિલા સંગઠનો જોડાયા. કમાટીબાગમાં 10000 છોડનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રીનેથોનનું ફ્લેગ ઓફ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું.

ગ્રીનેથોનના આયોજકો નરેન્દ્ર રાવત અને અમી રાવતે જણાવ્યુ હતું કે રેલીનું આકર્ષણ સાયકલ રીક્ષાઓ કારણકે તેમાં પર્યાવર્ણ જાગૃતિના સંદેશા સાથે પ્લાસ્ટિકના ઉપયોગમાં સમજદારી, પાણી બચાવો, વૃક્ષો બચાવો, જંગલો બચાવોના આકર્ષક બોર્ડ દ્વારા જનજાગૃતિ. પર્યાવરણની સાથે સ્વાસ્થય અંગે પણ જાગૃતિ ફેલાય તે હેતુથી પ્રખ્યાત ગાયકના ગીતો પણ નિષ્ણાંત દ્વારા ઝૂમ્બા ડાન્સ કરવામાં આવ્યો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ ક્ષેત્રમાં વિશિષ્ઠ કામગીરી કરતાં પર્યાવરણ પ્રત્યેની સેવા બદલ તથા વૃક્ષો ઉગાડવા કે જાળવણી માટે જેમનું પ્રદાન હોય તેવા મહાનુભાવોનું વડોદરાના “એન્વાયરમેન્ટ એમ્બેસેડર” તરીકે સન્માન કરવામાં આવ્યું.
ગ્રીનેથોનમાં પર્યાવરણ જાગૃતિના સંદેશા આપતા ફ્લોટ્સ, બેનર, પોસ્ટર હોર્ડિંગ્સ આકર્ષણ નું કેન્દ્ર બન્યા. શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બનાવવા લોકોમાં જાગૃતિ લાવવા આ ગ્રીનેથોનનું આયોજન કરાય છે, ગ્રીનેથોનમાં વિવિધ સરકરી અને બિન સરકારી સંસ્થાઓ જેવી કે ઓ.એન.જી.સી., વનવિભાગ, ગુજરાત રિફાઇનરી, શ્રી સર સયાજીરવ મોર્નિંગ વોકર્સ ક્લબ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિતની સંસ્થાઓ પણ જોડાઈ. ઉલ્લેખનીય છે કે એઇડ સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ આ આયોજન કરવાં આવે છે, જેમાં વૃક્ષોનું ઓડિટ થાય તેવી માંગ પણ કરવામાં આવે છે, જો કે તંત્ર દ્વારા તે શરૂ કરાયું નથી.

Related posts

એમ.એસ.યુનિવર્સિટીમાં S.Y.B.Comની પરીક્ષાની માર્કશીટ આજ દિન સુધી વિદ્યાર્થીઓને નહીં આપતા વિરોધ

admin

વડોદરા વાઇલ્ડ લાઇફ રેસક્યું ટ્રસ્ટ દ્વારા વડોદરાના બિલ ગામ પાસે આવેલ વિરાટ હર્મોની સોસાયટી માંથી અજગરને રેસ્ક્યું કરવાં માં આવીયો.

admin

વડોદરામાં વિદેશી વિદ્યાર્થી પર હુમલો કરનારા ઝડપાયા

admin

Leave a Comment