આજ થી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થઇ રહી છે,14 કિમી લાંબી નર્મદા પરિક્રમા એક મહિના સુધી ચાલશે, ત્યારે પરિક્રમા માર્ગ અને તમામ ઘાટો પર અંદાજીત 3 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આજરોજ ઉત્તરવાહિની પરિક્રમાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેએ નિરીક્ષણ કર્યું હતું.તમામ રૂટ પર CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે સાથે જ નદી પાર કરવા માટે શહેરાવ ઘાટ ખાતે બની રહેલો પુલનું પણ નિરીક્ષણ કર્યું હતું.
previous post

