Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

IOCLમાં આગ લાગવાની ઘટના મૃતકોના પરિવારજનો ન્યાયની માંગણી સાથે આંદોલન

ગુજરાત રિફાઇનરી આઇઓસીએલ માં બેન્જામિન ટેન્ક માં આગ લાગવાની ઘટના બની હતી..

ટેન્ક માં બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બીજી ટેન્કમાં આગ લાગી હતી જેમાં ફાયર ફાઈટર હોય ઘણી જય મત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો..

આ દુર્ઘટનામાં બે કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા અને ચાર કર્મચારીઓ દાઝ્યા હતા જેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે..

ત્યારબાદ બે મૃતકો ધીમંત મકવાણા ..તારાપુર.અને.શૈલેષ મકવાણા કોયલી ના પરિવાર દ્વારા ગુજરાત રિફાઇનરી ખાતે ન્યાયની માંગણી સાથે પરિવાર ગેટ પાસે વળતર મળે તેની માટે આંદોલન પર બેઠા છે એક કરોડ રૂપિયાની સહાય મળે તેવી માંગ મૃતકના પત્ની દ્વારા કરવામાં આવી છે…

વાઘોડિયા વિધાનસભા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પરિવારને રૂપિયા 30 લાખ ની સહાય મળે તેવી વાત કહી છે પરંતુ પરિવાર એક કરોડ રૂપિયાની માંગ લઈને બેઠા છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તેમના પરિવારના બે સભ્યોને લઈને આઇઓસીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડમીન સાથે વાટાઘાટો કરવા માટે નીકળ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું કે મૃતક ને કોઈપણ આર્થિક વળતર સાથે એની કિંમત માપવામાં ન આવે પરંતુ બાળકોના ભવિષ્યના અને શિક્ષણ તેમજ પરિવારનું ગુજરાન ચાલે તે માટે વધારેમાં વધારે આર્થિક વળતર મળે તેવી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ની પણ લાગણી અને માંગણી છે

હવે જોવાનું રહ્યું કે કંપની દ્વારા મૃતકોના પરિવારોને કેટલી સહાય આપવામાં આવે છે અને પરિવાર ને સમાધાન થાય છે કે નહીં એ જોવાનું રહ્યું….

સમગ્ર આયોસીયલ કેમ્પસ પોલીસ સાવણી માં ફેરવાઈ ગયું છે ડીસીપી અભય સોની સહિત ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ કર્મચારીઓએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે અને લોકોને સમજાવટથી કામગીરી કરી રહ્યા છે…

Related posts

હિન્દી વિકાસ મંચ દ્વારા મહિસાગર નદીના કિનારે છઠ પૂજાની ઉજવણી

admin

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલની ડભોઇ સિવિલ કોર્ટ અને લો કોલેજની મુલાકાત

admin

વેસ્ટ સોલ્યુશન મેનેજમેન્ટ દ્વારા અપાતા કોન્ટ્રાક્ટ અને ટેન્ડર પ્રક્રિયાને લઈને પત્રકાર પરિષદ

admin

Leave a Comment